મગફળીમા મિશ્ર વાતાવરણ: સારી પીલાણ ક્વોલિટી ના ભાવમાં વધારો

વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ Join Now
ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઓ Join Now

મગફળીમાં આજે મિશ્ર માહોલ હતો. ગોંડલમાં અમુક નબળી ક્વોલિટીની મગફળીનાં ભાવ માં રૂ.૧૦નો ઘટાડો થયો હતો, જ્યારે રાજકોટમાં પિલાણ ક્વોલિટીમાં સરેરાશ રૂ.૧૦થી ૧૫ સુધર્યા હતાં.

જામનગરમાં બજારો સ્ટેબલ હતાં. ગોંડલમાં આજે સારી ક્વોલિટીની મગફળી બહુ ઓછી વધી હતી. જૂની ૨૦ હજાર પડી હતી, જેનાં વેપારો આજે પૂરા થઈ ગયાં હતા. હવે નવી આવક રાત્રે શરૂ કરી હતી અને તે કેટલી થાય છે તેનાં ઉપર બજારનો આધાર રહેલો છે. આગામી દિવસોમાં મગફળીમાં બહુ મોટી તેજી હાલ દેખાતી નથી.

ગોંડલમાં મગફળીની વેપાર ૨૦ હજાર ગુણીનાં થયા હતા. ગોંડલ મગફળીનાં ભાવ જી-ર૦માં રૂ.૧૦૫૦થી ૧૨૨૧, રોહીણીમાં રૂ.૧૦૦૦ થી ૧૨૦૦, ૬૬ નંબરમાં રૂ.૯૦૦થી ૧૧૦૦નાં ભાવ હતાં. જી-૩૭માં રૂ.૧૦૦૦થી ૧૧૦૦નાં ભાવ હતાં.

ગોંડલમાં અમુક ક્વોલિટીનાં ભાવ રૂ.૧૦ ઘટ્યાઃ જામનગરમાં મગફળીનાં ભાવ સ્થિર…

રાજકોટમાં ૧૪ હજાર ગુણીનાં વેપાર થયા હતાં. હજી ર૬ હજાર ગુણી પેન્ડિંગ પડી છે. રાજકોટ મગફળીનાં ભાવ ટીજે ૩૭માં રૂ.૬૫૦થી ૧૧૧૦, ૨૪ નં. રોહિણીમાં રૂ.૬૫૦થી ૧૧૫૦, ૩૯ નં.બોલ્ડમાં રૂ.૯૦૦થી ૧૦૯૦, જી-૨૦માં રૂ.૧૦૫૦ થી ૧૧૭૦, ૬૬ નંબરમાં રૂ.૬૫૦થી ૧૦૫૦ અને ૯૯ નં.માં રૂ.૧૦૮૦થી ૧૧૧૦નાં ભાવ હતાં.

જામનગરમાં ૩૮૦૦ ગુણીનાં વેપાર થયા હતાં. જામનગર મગફળીનાં ભાવ જી-ર૦માં રૂ.૧૦૨૫ થી ૧૧૪૦, જી-૩૭નાં ભાવ રૂ.૧૦૦૦થી ૧૧૭૫, ૬૬ નંબરમાં રૂ.૯૫૦થી ૧૧૦૦ અને રોહીણીમાં રૂ.૬૯૫૦થી ૧૧૦૦નાં ભાવ હતાં.

મહુવામાં ૩૨૦૦ ગુણીની આવક હતી અને મહુવા મગફળીનાં ભાવ મગડીમાં રૂ.૬૯૩ થી ૧૧૮૧ અને જી-ર૦માં રૂ.૬૮૮૯ થી ૧૨૨૧નાં ભાવ હતાં.

હીંમતનગરમાં ૧૨૦૦ ગુણીની આવક હતી અને હીંમતનગર મગફળીનાં ભાવ રૂ.૧૧૫૦ થી ૧૪૪૦ સુધીનાં ભાવ બોલાયાં હતાં.

Leave a Comment