કડીમાં દેશાના કપાસની આવક ઘટતાં સૌરાષ્ટ્રના કપાસ ની માગ વધી

WhatsApp Group Join Now
Telegram Group Join Now

દેશભરમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી કપાસની આવક ૩૧ થી ૩ર લાખ ગાંસડી એટલે કે ૧.૩૦ થી ૧.૩૫ લાખ ગાંસડી રૂએ અટકી છે. કપાસની આવક હવે બહુ ઘટતી પણ નથી અને હવે વધતી પણ નથી.

કપાસના બ્રોકરોના કહેવા પ્રમાણે દેશમાં ૨.૪૯ કરોડ ગાંસડી રૂની આવક થઇ ચૂકી હોઇ હવે તા.૧૫મી ફેબ્રુઆરી પછી કપાસની આવકમાં મોટો ઘટાડો જોવા મળશે. દેશમાં કપાસની આવક તા.૧૫મી ફેબ્રુઆરી પછી ર૪ થી રપ લાખ મણ એટલે કે એક લાખ ગાંસડીથી વધુ આવક નહીં જોવા મળે.

દેશમાં રૂનું ઉત્પાદન એજન્સીઓના મતે ૩.૬૦ થી ૩.૭૦ કરોડ ગાંસડી થવાનો અંદાજ મૂકાય છે પણ દેશમાં મોટાભાગના બ્રોકરો, વેપારીઓ અને અભ્યાસુઓ ૩.૩૦ થી ૩.૪૦ કરોડ ગાંસડીથી રૂનું ઉત્પાદન વધુ નહીં થાય તેવું માની રહ્યા હોઇ માર્ચ-એપ્રિલની આવક કપાસ અને રૂની તેજી ક્યાં સુધી આગળ વધશે તે નક્કી કરશે.

ગુજરાતમાં કપાસની આવક માર્કેટયાર્ડોમાં ત્રણ લાખ મણ આસપાસ જળવાયેલી હતી પણ દેશાવરની આવક સાવ તળિયે પહોંચી જતાં ગુજરાતમાં કપાસના કામ પ થી ૬ લાખ ગાંસડીના જ રહ્યા હતા.

કડીના અગ્રણી બ્રોકરના જણાવ્યા પ્રમાણે આજે મહારાષ્ટ્રની ૭૦ થી ૧૮, આંધ્રની ૧૫-૨૦ ગાડી અને કર્ણાટકની ૧૫-૨૦ ગાડી અને કાઠિયાવાડની ૨૦૦ ગાડીની આવક હતી. કડીમાં કપાસના ભાવ આજે મણે રૂ.૫ સુધર્યા હતા.

કડીમાં મહારાષ્ટ્ર કપાસના ભાવ ના રૂ.૧૧૧૦ થી ૧૧૭૦, આંધ્રના કપાસના ભાવ રૂ.૧૧૧૦થી ૧૧૮૦, કર્ણાટકના કપાસના ભાવ રૂ.૧૧૩૦ થી ૧૧૮૦ અને સૌરાષ્ટ્રના કપાસના રૂ।.૧૧ર૦ થી ૧૧૮૦ ભાવ બોલાતા હતા.

સૌરાષ્ટ્રના માર્કેટયાર્ડોમાં શુક્રવારે આવક ૧.૭૦ લાખ મણની હતી અને સૌરાષ્ટ્ર કપાસના ભાવ નીચામાં રૂ।.૧૦રપ૫ થી ૧૦૩૫ અને ઊંચામાં રૂ।.૧૧૭૫ થી ૧૨૧૦ બોલાયા હતા. સૌરાષ્ટ્રમાં આજે કપાસના ભાવ ટકેલા હતા કારણ કે એકસ્ટ્રા સુપર કપાસ હાલ બજારમાં મળતો જ નથી. એકસ્ટ્રા સુપર કપાસ જો મળે તો તેના ભાવ રૂ।.૧૨ર૦૦થી નીચે ગણાય નહીં.

જીનપહોંચ કપાસમાં બેસ્ટ સુપર કવોલીટી એટલે કે ૩૫ ઉપરના ઉતારા અને ૧૦ ટકા નીચે હવા ધરાવતાં કપાસના ભાવ રૂ.૧૧૮૦ થી ૧૧૮૫ બોલાતા હતા. એવરેજ સુપર કવોલીટીના રૂ.૧૧૫૦ થી ૧૧૫૫, મિડિયમ કવોલીટીના રૂ.૧૧૩૦ થી ૧૧૪૦ અને એકદમ એવરેજ કવોલીટીના રૂ।.૧૦૯૦ થી ૧૧૦૦ ભાવ બોલાયા હતા.

સૌરાષ્ટ્રના અગ્રણી બ્રોકરે જણાવ્યું હતું કે ગામડે બેઠા કપાસમાં હાલ જે વેપાર થઇ રહ્યા છે તે વધારે પડતાં બધા જ પ્રકારના મિક્સ કપાસના થઇ રહ્યા છે અથવા તો મિડિયમ બેસ્ટ કપાસના થાય છે. ગામડે બેઠા આજે રૂના ભાવ રૂ।.૧૧૫૦ થી ૧૧૭૦ સારા કપાસના અને મિક્સ કપાસના રૂ।.૧૧૦૦ બોલાતા હતા.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment