કપાસિયા-ખોળમાં સતત બે દિવસ ભાવ વધતાં કપાસમાં આટલા ભાવ સુધર્યા

WhatsApp Group Join Now
Telegram Group Join Now

કપાસિયા અને ખોળના ભાવ મંગળવારે અને બુધવારે સતત બે દિવસ સુધરતાં કપાસમાં જીનર્સોની લેવાલીનો ટેકો મળ્યો હતો અને કપાસના ભાવ ગુરૂવારે મણે રૂ।.૧૦ થી ૧૫ સુધર્યા હતા.

દેશમાં રૂની આવક ગુરૂવારે થોડી વધીને ૨.૮૦ લાખ ગાંસડી નજીક પહોંચી હતી. અમુક એજન્સીઓએ ૨.૯૨ લાખ ગાંસડી રૂની આવક બતાવી હતી. ખેડૂતોના કપાસના સારા ભાવ મળી રહ્યા હોઈ અને ખાસ કરીને મહારાષ્ટ્ર, ગુજરાત અને તેલંગાનાના ખેડૂતોને લોકડાઉનનો ભય દેખાઇ રહ્યો હોઇ તેઓ ઝડપથી કપાસ વેચવાના મૂડમાં છે.

ગત્ત વર્ષ કરતાં ખેડૂતોને કપાસના ભાવ ઊંચા મળી રહ્યા છે. ઉત્તર ભારતમાં કપાસની આવક હજુ જોઇએ તેટલી વધી નથી પણ મધ્ય ભારત એટલે કે ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં આવક સતત વધી રહી છે. સાઉથમાં પણ કપાસની આવક ધીમે ધીમે એક લાખ ગાંસડીએ પહોંચી જવાની ધારણા છે.


ગુજરાતના માર્કેટયાર્ડો અને જીનપહોંચ તેમજ દેશાવરના કપાસના વેપાર ૪પ થી ૫૦ હજાર ગાંસડી નજીક થઇ રહ્યા છે. કડીમાં દેશાવરના કંપાસની આવક છેલ્લા કેટલાંક દિવસથી ઘટી છે પણ તેની સામે જીનપહોંચ વેપાર વધ્યા છે કારણ કે કપાસિયાના ભાવ વધતાં જીનર્સોની ડિસ્પેરિટિ ઓછી થઇ છે અને રૂના ભાવ પણ વધ્યા છે.

સૌરાષ્ટ્રમાં નવા કપાસની આવક આજે વધીને ૧.૬૫ મણની રહી હતી નવા કપાસના ભાવ નીચામાં રૂ.૧૦૨૫ થી ૧૦૫૦ અને ઊંચામાં રૂ.૧૧૩૫ થી ૧૧૫૦ ભાવ હતા જ્યારે જૂના કપાસની ૨૦૦૦ મણની આવક હતી અને ભાવ રૂ।.૯૦૦ થી ૧૦૭૦ હતા.


યાર્ડોમાં આજે નવા કપાસના ભાવ ઊંચામાં રૂ।.૧૦ થી ૧૫ અને નીચામાં રૂ।.૫ થી ૧૦ સુધર્યા હતા. જૂના કપાસમાં પણ મણે રૂ।.૧૦ સુધર્યા હતા. ગામડે બેઠા કપાસના ભાવ રૂ।.૧૦૭૦ થી ૧૧૦૦ બોલાતા હતા. કપાસના અગ્રણી બ્રોકરે જણાવ્યું હતું કે આ વર્ષે ગામડે બેઠા વેપાર બહુ જ ઓછા થઈ રહ્યા છે કારણ કે કપાસની કવોલીટી નબળી છે.

ગામડે બેઠા ભેળસેળ કરેલો કપાસ વેચાવો મુશ્કેલ છે પણ માર્કેટયાર્ડમાં પાલા-પાલો કરીને કપાસ વેચીને ખેડૂતોને સારી એવી કમાણી થતી હોઇ આ વર્ષે કપાસના મોટાભાગના વેપાર યાર્ડોમાં થઇ રહ્યા છે. હાલ સૌરાષ્ટ્રમાં જે કપાસની આવક થઇ રહી છે તેમાંથી ૨૦ ટકા જ સારી ક્વોલીટીનો કપાસ મળી રહ્યો છે.


જીનપહોંચ કપાસના ભાવમાં ગુરૂવારે રૂ.૧૦ વધ્યા હતા. ગુરૂવાર જીનપહોંચ ડપાસમાં એક્સ્ટ્રા સુપર કવોલીટી એટલે કે ૩૫ ઉપરના ઉતારા અને ૧૦ ટકા નીચે હવા ધરાવતાં કપાસના રૂ।.૧૧૩૫ થી ૧૧૪૦ બોલાતા હતા.

એવરેજ સુપર કવોલીટીના રૂ।.૧૧૨૦ થી ૧૧૨૫, મિડિયમ કવોલીટીના રૂ.૧૧૦૦ થી ૧૧૧૦ અને એકદમ એવરેજ કવોલીટીના રૂ.૧૦૮૦ થી ૧૧૦૦ના ભાવ બોલાયા હતા.


કડીમાં મહારાષ્ટ્રના કપાસની આવક વધીને ૨૫૦ ગાડી રહી હતી. કડીના અગ્રણી બ્રોકરે જણાવ્યું હતું કે કડીમાં સવારે કપાસના ભાવ રૂ.૮ થી ૧૦ ઊંચા બોલાતા હતા પણ બપોર બાદ વાયદા ઘટતાં કપાસના ભાવ ફરી ઘટયા હતા.

મહારાષ્ટ્રના કપાસના ભાવ રૂ.૧૦૫૦-૧૧૦૦, આંધ્રના કપાસના રૂ.૧૦૭૦-૧૧૦૦, કર્ણાટકના કપાસના રૂ.૧૦૮૦-૧૧૧૦ અને કાઠિયાવાડના કપાસના રૂ.૧૧૨૦ થી ૧૧૩૫ બોલાતા હતા.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment