મગફળીમાં ઊચી સપાટી થી ભાવમાં ઘટાડો જોવા મળ્યો

WhatsApp Group Join Now
Telegram Group Join Now

મગફળીમાં બજારો હવે ઘટી રહ્યાં છે. સીંગતેલમાં ખાસ વેપારો ન હોવાથી પિલાણવાળા ઊંચા ભાવથી મગફળી લેવા તૈયાર ન હોવાથી ભાવમાં મણે રૂ.૧૦ થી ૧૫નો આજે ઘટાડો જોવા મળ્યો હતો. આગામી દિવસોમાં મગફળીની બજાર સરેરાશ નીચી જ રહે તેવી ધારણાં છે.

મગફળીમાં પિલાણવાળાની ઘરાકી ઘટી હોવાથી ભાવ ઘટ્યાં

મગફળીનાં વેપારો સરેરાશ હવે ઓછા થવા લાગ્યાં છે અને સીંગદાણાની માંગ હાલ ડિસેમ્બર આખરને કારણે ઓછી થઈ ગઈ છે, જેને પગલે ટૂંકાગાળા માટે બજારો નીચા જ રહેશે.

ગોંડલમાં ૨૯ હજાર ગુણીનાં વેપાર થયા હતા. મગફળીનાં ભાવ જી-૨૦માં રૂ.૮૦૦ થી ૧૦૭૦, રોહીણીમાં રૂ.૮૫૦ થી ૧૦૦૦, ૬૬ નંબરમાં રૂ.૬૦૦ થી ૧૦૦૦નાં ભાવ હતાં. જી-૩૭માં રૂ.૯૦૦થી ૧૦૦૦નાં ભાવ હતાં.


રાજકોટમાં ૧૩ હજાર ગુણીનાં વેપાર થયા હતાં. ભાવ ટીજે ૩૭માં રૂ.૬૫૦ થી ૧૦૪૦, ર૪ નં. રોહિણીમાં રૂ.૮૫૦ થી ૧૦૮૦, ૩૯ નં.બોલ્ડમાં રૂ.૮૫૦ થી ૯૬૦, જી-ર૦માં રૂ.૬૮૦ થી ૧૦૮૦, ૬૬ નંબરમાં રૂ.૬૫૦થી ૧૦૨૦ અને ૯૯ નં.માં રૂ.૬૬૦થી ૯૮પનાં ભાવ હતાં.

જામનગરમાં ૫૦૦૦ ગુણીનાં વેપાર થયા હતાં. ભાવ જી-૨૦માં રૂ.૯૦૦ થી ૧૦૪૫, ૬૬ નંબરમાં રૂ.૯૦૦ થી ૧૧૦૦ અને ૯ નંબરમાં સારાનાં રૂ.૧૦૦૦ થી ૧૧૦૦નાં ભાવ હતા. રોહીણીમાં રૂ.૯૦૦ થી ૧૦૩૦નાં ભાવ હતાં.


મહુવામાં ૭૫૦૦ ગુણીની આવક હતી અને મગડીનાં ભાવ  રૂ.૧૦૭૧થી ૧૨૮૫, જી-પમાં રૂ.૧૦૧ર થી ૧૨૪૭૨ અને જી-ર૦માં રૂ.૮૭૦ થી ૧૧૧૮નાં ભાવ હતાં.

ડીસામાં ૨૭૦૦ ગુણીની આવક હતી અને ભાવ રૂ.૯૫૦ થી ૧૧૨૧નાં હતાં. હિંમતનગરમાં પ હજાર ગુણીની આવક હતી અને ભાવ રૂ.૯૫૦ થી ૧૩૨પનાં ભાવ હતાં.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment