જીરૂની નવી આવક ચાલુ થયા બાદ ધ્યાનમાં રાખવાની બાબત અને ક્યારે વેચશો જીરૂ ?

વોટ્સએપ ગ્રુપમાં જોડાવા અહીં ક્લીક કરો
ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવા અહીં ક્લીક કરો

જીરૂનો પાક હાલ ગુજરાતમાં ૪૦ થી પપ દિવસનો થઈ ચૂક્યો છે. જીરૂ હવે ખેતરમાં તૈયાર થવા આવ્યું છે. સરકારી વાવેતરના આંકડા અનુસાર જીરૂનું વાવેતર ગત્ત વર્ષ કરતાં વધ્યું છે પણ વાસ્તવમાં જીરૂનું વાવેતર ગત્ત વર્ષ કરતાં ઘટયું છે તેમજ જીરૂના પાકમાં અનેક વિસ્તારમાં કાળિયા રોગની ફરિયાદ પણ વધી છે.

ખેડૂતો એક વસ્તુ ધ્યાન રાખે કે ગત્ત વર્ષે જીરૂનું ઉત્પાદન ગુજરાત અને રાજસ્થાનમાં થઇને ૯૭ લાખ ગુણી થયું હતું તેમ છતાં આખું વષ જીરૂના ભાવ મણના રૂ।.૨૩૦૦થી વધુ ઘટયા નહોતા કારણ કે જીરૂની બહુ જ સારી નિકાસ થઈ હતી.

જીરૂની નવી આવક ચાલુ થયા બાદ એકસાથે વેચશો તો ભાવ તૂટશે…

સમગ્ર વિશ્વમાં સૌથી વધુ જીરૂ ભારત પકવે છે અને સૌથી સસ્તુ જીરૂ પણ આખા વિશ્વમાં ભારતમાંથી મળે છે. આથી જીરૂના ભાવ પાણી-પાણી થયા નહોતા. નવી સીઝનમાં ગુજરાત-રાજસ્થાનમાં બંને રાજ્યોમાં જીરૂનું વાવતેર ઘટયું હોઈ જીરૂનું ઉત્પાદન ૮૦ લાખ ગુણી આસપાસ થશે. આથી ગત્ત વર્ષથી ભાવ નીચા રહે તેવી કોઇ શક્યતા નથી.

જીરૂના ખેડૂતો થોડી ધીરજ રાખીને કટકે કટકે જીરૂ વેચશે તો ભાવ મળશે પણ એક સાથે બજારમાં જીરૂ વેચવા આવશે તો ગુજરાતમાં જીરૂના ભાવ થોડા સમય માટે ઘટી જશે.

જીરૂના ખેડૂતોએ વેચવા માટે ધ્યાનમાં રાખવાની બાબત:

  1. જીરૂનું વાવેતર ગત્ત વષથી ૧૫ થી ૨૦ ટકા ઘટયું છે,
  2. જીરૂની નિકાસ સતત વધતી જાય છે, જે નવી સીઝનમાં પણ વધશે
  3. જીરૂમાં રોગનું પ્રમાણ વધતાં ક્વોલીટી બગડી હોવાની ફરિયાદ વધી છે.

આ ત્રણ મુદ્દા ધ્યાનમાં રાખીને જીરૂના ભાવ પાણી-પાણી થઇ જવાના નથી. જે ખેડૂત જીરૂના સારા ભાવ મેળવવા માટે રાહ જોશે તેને સો ટકા ફાયદો થશે.

Leave a Comment