Gujarat monsoon rain: હાલ બંગાળની ખાડીમાં આજે લો પ્રેસર સર્જાયું હતું જે ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધીને તા.૨૪ની સવાર સુધીમાં ડીપ્રેસન (વાવાઝોડાનું શરુઆતી રૂપ)માં ફેરવાશે અને ત્યારબાદ તા.રપની સાંજે વાવાઝોડામાં ફેરવાય તેવી શક્યતા છે ત્યારે લો પ્રેસરની સાથે આજે નૈત્રકત્યનું ચોમાસુ પણ ગતિશીલ બનીને દક્ષિણ અરબી સમુદ્ર, માલદિવ્ઝ પર અને બંગાળની ખાડી તથા આંદામાન-નિકોબાર ટાપુ સમૂહમાં આગળ વધ્યું હંતું અને હજુ બે દિવસમાં તે આગળ વધે તેવી શક્યતા છે.
સમગ્ર દેશમાં ચોમાસાનો પ્રારંભ કેરલથી થાય છે જે આ વખતે તા.૩૦ મેના દિવસે બેસવાની આગાહી છે પરંતુ, સામાન્ય રીતે ફેરલથી જે અંતરે તા.૨૬ મેના ચોમાસુ આવે છે તેના બદલે આવર્ષે રર મેના આવી પહોંચ્યું છે.આ ગતિઆગળ વધતી રહે અને અરબી સમુદ્રમાંથી તેને સપોર્ટ મળતો રહે તો ચોમાસુ ગુજરાતમાં પણ વહેલુ આવવાની સંભાવના છે.
બીજી તરફ સત્તાવાર ચોમાસા પૂર્વેજ કેરલમાં ત્રણ-ચાર ઈચ, તમિલનાડુમાં છૂટાછવાયા સ્થળે ૩થી ૬ ઈચ સહિત કર્ણાટક, ઝારખંડમાં ધોધમાર વરસાદ નોંધાયો છે અને હજુ કેરલ, તમિલનાડુ, પુડુચેરી, કર્ણાટક વગેરે રાજ્યોમાં તીવ્ર પવન, ગાજવીજ સાથે વ્યાપક વરસાદની આગાહી છે.
નોમલ તારીખ કરતા ચાર દિવસ વહેલું ચોમાસુ આગળ વધ્યું, કણટિકમાં ભારે વરસાદની આગાહો, બંગાળની ખાડોમાં કાલે ૭૦ કિ.મી.ની તોફાની ઝડપે પવન કુંકાશેઃ ઓડિસ્સા, તામિલનાડુ, આંધપ્રદેશમાં મધ્યમથી ભારે વરસાદ પડશે…
બંગાળની ખાડીમાં લો પ્રેશર ઝોન સર્જાઈ રહ્યું છે. શુક્રવાર સુધીમાં તે ચક્રવાત એટલે કે વાવાઝોડામાં રુયાંતરિત ધવાની સંભાવના વધી ગઇ છે. જેના કારણે ઓડિશા, ઉત્તરી તમિલનાડુ અને દક્ષિણઆંધ્ર પ્રદેશના ઉત્તરી જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે.
આ ઉપરાંત પશ્ચિમ બંગાળ, મિઝોરમ અને ત્રિપુરામાં પણ વરસાદની સંભાવના છે. હવામાત વિભાગે જણાવ્યું હતુ કે, દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી પર ચક્રવાતી પરિભ્રમણત્તા પ્રભાવ હેઠળ ઉતર તમિલનાડુ અને દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠે બંગાળની ખાડી પર એક લો પ્રેશર ઝોન સજીયુ છે.
હવામાન વિભાગે માછીમારોત્તે ગુરુવાર અને શુક્રવારે દરિયામાં ન જવાની ચેતવણી આપી છે કારણ કે દરિયાની સ્થિતિ ઉબડ-ખાબડ રહેવાની ધારણા છે. માછીમારોને ગુરુવાર સુધીમાં દરિયાકાંઠે પાછા ફરવાની સલાહ આપવામાં આવી હતી. ઓડિશાના વિશેષ રાહત કમિશનરે જિલ્લા લાય સતર્ક રહેવા અને કોઈપણ પરિસ્થિ તેનો સામનો કરવા તૈયાર રહેવા વિનંતી કરી છે.
માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણીઃ ગુજરાત, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ અને દિલ્હીમાં ગરમીનો કહેર જારી રહેશેઃ હવામાન વિભાગ…
સમગ્ર રાજ્યમાં ગરમીએ હાહાકાર મચાવ્યો છે ત્યારે હાલ તો ગરમીમાં રાહત મળવાની કોઈ જ સંભાવના તથી. ૨૭મી મે સુઘી મહત્તમ તાપમાન ૪૩ થી ૪૬ ડીગ્રીની રેન્જમાં જ જોવા મળશે. આ વચ્ચે એક સારા સમાચાર છે. દક્ષિણ પશ્ચિમ ચોમાસુ આગળવધી રહ્યું છે.આગામી બે દિવસ હજુ આગળ વધશે ત્યારે બંગાળની ખાડીમાં એકલો-પ્રેશર બન્યું છે.