Jeera price: જીરૂ વાયદા બજારમાં સુધારો આવતા જીરુંના ભાવમાં ફરી ઉછાળો જોવા મળ્યો

WhatsApp Group Join Now
Telegram Group Join Now

જીરૂની બજારમાં તેજી-મંદીવાળાની મજબૂત ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર લડાઈ ચાલી રહી છે અને જીરૂ વાયદો આજે ૪પ હજારની નજીક પહોંચ્યાં બાદ છેલ્લે આગલા બંધ કરતાં પ્લસમાં બંધ રહ્યો હતો.

જીરૂનાં બજાર સુત્રો કહે છે કે જીરૂમાં નિકાસ માંગ નથી અને ડિસેમ્બર પહેલા આવે તેવા ચાન્સ નથી. કેરીફોરવર્ડ સ્ટોક પહેલા ૧૦થી ૧૨ લાખ ટનની વાત આવતી હતી, જે હવે ૧૫ લાખ બોરી સુધી પહોંચી ગઈ છે. આયાત કરેલો માલ પણ સમયસર નિકાસ થઈ શકે તેવા સંજોગો નથી.

થોડા દિવસ પહેલા નીચા ભાવે બંધ થયેલ વાયદો ફરી જીરૂ વાયદામાં રૂ.૪૫૫૦૦નાં ભાવ થઈને ફરી સુધારો જોવા મળ્યો…

જીરૂ નવેમ્બર વાયદો દિવસનાં અંતે રૂ.૭૮૦ વધીને રૂ.૪૭૬૯૪ સપાટી પર બંધ રહ્યા હતો.

જીરુંના ખેડૂતોની ચિંતાનો વિષય એટલે દિવાળી નજીક આવી રહી છે, ત્યારે હજુ ઠંડીનો ચમકારો આવ્યો નથી. અને હજુ હવામાન વિભાગ કહે છે કે નવેમ્બર મહિનો પણ ગરમ રહેશે.

હાલમાં વાયદા પ્રમાણે જીરૂમાં નકાસ માંગ નથી અને ૧૫ લાખ બોરીનો કેરીફોરવડ સ્ટોક હોવાની ચર્ચા…

આ વખતે જીરુંના બિયારણનો ભાવ ઊંચામાં એટલે કે પ્રતિ કિલો રૂ.૯૦૦ આસપાસ રહેશે. મોંઘા ભાવનું બિયારણ ઊંચા તાપમાનમાં વાવીએ ને પૂરતો ઉગાવો ન મળે તો? આ સવાલ પર જીરુંના ખેડૂતોએ વાવેતર કરતા પહેલા વિચાર કરવો જરૂરી.

જીરૂની બજારમાં આગળ ઉપર હવે બે તરફી મુવમેન્ટ ચાલુ રહેશે. તાપમાન અત્યારે જીરૂના વાવેતર માટે વિલન સમાન સાબિત થઈ રહ્યુ છે, પરિણામે દિવાળી પછી કે ડિસેમ્બર બાદ જીરૂમાં નવેસરનો ખેલ શરૂ થાય તેવી ધારણાં છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment