Cotton price today (કપાસ ના ભાવ આજે): કપાસની આવકો આજે વધી હતીઅને સમગ્ર સૌરાષ્ટ્રમાં બે લાખ મણ ઉપરની આવડ થઈ હતી. જોકે ભાવમાં ખાસ કપાસમાં કોઈ મોટી મુવમેન્ટ નહોંતી અને કપાસની બજારમાં ભાવ આગામી દિવસોમાં લેવાલી નહીં આવે તો ભાવ થોડા ઘટી શકે છે.
બોટાદ માર્કેટ યાર્ડમાં નવા કપાસની ૭૦ થી ૭૫ હજાર મણની આવક થઈ હતી. બાબરામાં ૧૭ હજાર મણ, અમરેલીમા ૨૦ હજાર મણ અને ગઢડામાં ૧૩ હજાર મણની આવક થઈ હતી. હળવદમાં ૪૦ હજાર મણની આવક હતી.
કપાસિયા ખોળ વાયદામાં ટૂંકી વધઘટ જોવા મળી, હાજર સ્ટેબલ, કપાસની બજારમાં લેવાલી માર્યાદિત હોવાથી ભાવમાં સ્થિરતાનો માહોલ…
કડી માર્કેટ યાર્ડમાં મહારાષ્ટ્રનાં કપાસની રપ ગાડીની આવક થઈ હતી અને ભાવ રૂ.૧૩૦૦ થી ૧૪૩૦ હતા અને કાઠીયાવાડના કપાસની ૪૦ ગાડીની આવક સામે ભાવ ૨૦ કિલોનાં રૂ.૧૪૦૦ થી ૧૪૮૦ હતા.
સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશની મળીને નવા કપાસની રપ ગાડીની આવક હતો અને ભાવ એમ.પી.ના રૂ.૧૦૦૦ થી ૧૩૫૦ અને મહારાષ્ટ્રના કપાસના રુ.૧૩૫૦ થી ૧૪૦૦ના ભાવ પ્રતિ ૨૦ કિલોના હતા.
રાજકોટમાં જૂન કપાસની ૨૦૦૦ મણની આવક હતી અને ભાવ ૪-જીમાં રૂ.૧૬૨૫ થી ૧૬૫૦, એ ગ્રેડમાં રૂ.૧૬૩૦ થી ૧૬૫૦, બી ગ્રેડમાં રૂ.૧૫૦૦ થી ૧૫૩૦ અને સૌ ગ્રેડમાં રૂ.૧૩૦૦ થી ૧૪૫૦ હતા. એક એન્ટ્રી રૂ.૧૬૫૦ની જોવા મળી હતી.
આવા કપાસની ૨૭ હજાર મણની આવક હતી અને ભાવ સુપર ટાઈપ રૂ.૧૫૫૦ થી ૧૫૭૫, મિડીયમ રૂ.૧૪૫૦થી ૧૫૦૦, રેઈનડેમેજ રૂ.૧૨૦૦ થી ૧૪૫૦ વચ્ચે હતા. એક એન્ટ્રી રૂ.૧૬રપની હતા.
રૂની બજારમા સતત બીજા દિવસે ઘટાડો હતો અને બે દિવસમાં ભાવ રૂ.૨૫૦ ઘટી ગયા છે. રૂની બજારમાં આગામી દિવસોમાં વેચવાલી કેવી આવે છે. તેનાં ઉપર બજારનો આધાર રહેલો છે. હાલ એકૉદ લાખ ગુણાં આસપાસની આવક થઈ રહી છે. રૂની બજારમાં આગળ ઉપર ભાવ હજી થોડા નીચા આવી શકે છે.
ગુજરાતમાં શંકર રૂના ભાવ ર૯ લેન્થ અને ૩.૮ માઈકની શરતેના ભાવ રૂ.૧૫૦ ઘટીને રૂ.૫૫,૬૦૦ થી ૫૫,૯૦૦ના હતા, જ્યારે કલ્યાણ રૂનો ભાવ રૂ.૨૫૦ વધીને રૂ.૪૧,૦૦૦ થી ૪૧,૫૦૦ હતા.
કપાસિયા ખોળના ભાવ આજના
કપાસિયા ખોળ વાયદો રૂ.૩ ઘટીને રૂ.૩૦૩૩ની સપાટી પર બંધ રહ્યો હતો. કપાસિયા ખોળના ભાવ ૫૦ કિલોનાં કડીમાં એવરેજ ક્વોલિટીમાં રૂ.૧૯૨૦ થી ૧૯૫૦, પ્રીમિયમ ક્વોલિટીમાં ર.૧૯૮૦ થી ૨૦૮૦ હતા.
મોરબીમાં પાતળાના રૂ.૧૯૩૦ થી ૧૯૭૦ અને પ્રીમિયમ ક્વોલિટીમ રૂ.૧૯૮૦ થી ર૦૫૦ હતા. કપાસિયા સીડના રૂ.૭૫૦ થી ૮રપની વચ્ચે હતા. કડીમા કપાસિયા ખોળના ભાવ રૂ.૮૦૦ થી ૮૩૦ની વચ્ચે હતા.