દેશભરમાં કપાસની આવક સતત ઘટતાં કપાસના ભાવ મજબૂત

WhatsApp Group Join Now
Telegram Group Join Now

દેશની રૂની આવક મંગળવારે સતત બીજે દિવસે સવા બે લાખ ગાંસડીની આસપાસ જ રહી હતી. રૂની આવક સોમવારે ઘટયા બાદ મંગળવારે વધવાની ધારણા ખોટી પડી હતી ખાસ કરીને ઉત્તર ભારતમાં પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં તા.૧૦મી ડિસેમ્બર પછી ફરી આવક ૫૦ હજાર ગાંસડીથી વધુ રહેશે તેવી ધારણા સદંતર ખોટી પડી હતી.

નોર્થ ઇન્ડિયામાં સોમવારે ૩૮ હજાર ગાંસડી અને મંગળવારે ૩૫ હજાર ગાંસડીની જ આવક રહી હતી. ગુજરાત, મહારાષ્ટ્ર અને તેલંગાનામાં પણ આવકનો વધારો અટકી ગયો હતો.મંગળવારે નોર્થમાં કપાસ મણે રૂ।. પ થી ૧૦ અને મહારાષ્ટ્રમાં પણ કપાસ સુધર્યો હતો.


ગુજરાતમાં મંગળવારે કપાસની આવક જળવાયેલી હતી અતે ભાવ પણ મંગળવારે ટકેલા હતા. દેશાવરની મજબૂતી અને રૂ-કપાસિયાના ભાવ સુધરી રહ્યા હોઇ કપાસમાં પણ જીનર્સોની લેવાલી વધી હતી પણ વરસાદી વાતાવરણને કારણે ભીના કપાસની ઉપલબ્ધિ વધી હોઇ વધુ તેજી થઇ શકો નહોતી.

સૌરાષ્ટ્રમાં નવા કપાસની આવક ૧.૫૦ લાખ મણની રહી હતી નવા કપાસના નીચામાં રૂ।.૧૦૩૫ થી ૧૦૫૦ અને ઊંચામાં રૂ.૧૧૪૦ થી ૧૧૫૦ના ભાવ હતા જ્યારે જૂના કપાસની ૧૭૦૦મણની આવક હતી અને ભાવ રૂ।.૯૨૦ થી ૧૦૫૦ હતા.


જીનપહોંચ કપાસના ભાવ પણ ટકેલા હતા. એકસ્ટ્રા સુપર કવોલીટી એટલે કે ૩૫ ઉપરના ઉતારા અને ૧૦ ટકા નીચે હવા ધરાવતાં કપાસના  રૂ।.૧૧૪૦ થી ૧૧૪૫ બોલાતા હતા. એવરેજ સુપર કવોલીટીના રૂ।.૧૧૩૦ થી ૧૧૩૫, મિડિયમ કવોલીટીના રૂ.૧૧૨૦ થી ૧૧૨૫ અને એકદમ એવરેજ કવોલીટીના રૂ।.૧૦૯૦ થી ૧૧૦૫ના ભાવ બોલાયા હતા.

ગામડે બેઠા સારી કવોલીટીના કપાસમાં કોઇ રૂ।.૧૧૦૦થી નીચે વેચવાલ નહોતા જો કે એવરેજ ક્વોલીટી કપાસ રૂ।.૧૦૭૦ થી ૧૦૮૦માં ગામડે બેઠા વેચાયા હતા. કડીમાં મહારાષ્ટ્રના કપાસની આવક ઘટીને ૧૫૦ ગાડી જ રહી હતી.


કડીના અગ્રણી બ્રોકરના જણાવ્યા અનુસાર મહારાષ્ટ્રમાં સારી ક્વોલીટીના કપાસની શોર્ટુઝ થઇ હોઇ તેમજ કર્ણાટકના કપાસની ક્વોલીટી સાવ બગડી ગઇ હોઇ કડીમાં મંગળવારે દેશાવરના કપાસમાં મણે રૂ।.૧૦ સુધર્યા હતા.

મહારાષ્ટ્રના કપાસના રૂ.૧૦૮૦ થી ૧૧૨૦, મેઇન લાઇનના કપાસના રૂ.૧૦૮૦-૧૧૦૦, કાઠિયાવાડના કપાસના રૂ।.૧૧૦૦ થી ૧૧૩૦, આંધ્રના કપાસના રૂ.૧૦૮૦-૧૧૦૦ અને કર્ણાટકના કપાસના રૂ.૧૧૦૦ થી ૧૧૩૦ બોલાતા હતા.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

close