મગફળીમાં મિલોનાં વેપારોમાં ઉછાળો આવતા મગફળીના ભાવમાં તેજીનો માહોલ

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ગુજરાતનાં તમામ મગફળીનાં પીઠાઓ મહાશિવરાત્રીને કારણે બંધ રહ્યા હતાં, પંરતુ બંધ બજારે મિલ ડીલીવરીનાં વેપારોમાં ઝડપી ઉછાળો હતો અને વેચવાલી એકદમ ઘટી ગઈ છે. ગામડે બેઠા ખેડૂતો પણ વેચાણ કરવા તૈયાર ન હોવાથી જામનગર બાજુ મિલ ડિલીવરીનાં ભાવમાં મણે રૂ.૨૦ થી ૨૫ અને જૂનાગઢમાં ખાંડી (૪૦૦ કિલો) એ રૂ.૮૦૦ ની તેજી આવી હતી.

મગફળીની બજારમાં આગામી દિવસોમાં ભાવ હજી વધે તેવી સંભાવનાં છે. સીંગતેલનાં ભાવ સતત વધી રહ્યાં હોવાથી પિલાણ મિલો ગમે તે ભાવથી મગફળી ખરીદી રહી છે, પંરતુ વેચવાલી નથી. ખેડૂતો પણ હવે યુધ્ધ શાંત ન પડે ત્યાં સુધી નીચા ભાવથી વેચાણ કરવા તૈયાર નથી અને પોતાનાં વેચાણ લક્ષ્યાંકનો માંડ ૨૦ ટકા પણ માલ બજારમાં લાવતા નથી.

ગુજરાતમાં મિલ ડિલીવરીમાં મણે રૂ.૨૦ થી રપ અને ખાંડીએ પિંલાણમાં રૂ.૮૦૦ની તેજી….

જામનગર મિલ ડિલીવરીનાં ભાવ પિલાણનાં રૂ.૧૩રપ થી ૧૩૩૦ સુધીનાં ભાવ બોલાતાં હતાં. જૂનાગઢમાં ખાંડીના ભાવ પિલાણમાં રૂ.૨૪,૮૦૦નાં હતાં. આ ભાવ બે-ત્રણ દિવસમાં રૂ.૧૫૦૦થી પણ વધુ વધી ગયાં છે. રિકવરીનાં ભાવ રૂ.૨૭૦૦૦ સુધી બોલાતાં હતાં. આમ પિલાણ મગફળીની બજારમાં ઝડપી ઉછાળો આવી રહ્યો છે.

ગોંડલમાં મગફળીની આવકો બુધવારે કેટલી થાય છે તેનાં ઉપર બજારનો આધાર છે. સરેરાશ મગફળીની આવકો ૪૦ હજાર ગુણી ઉપર થાય તેવી ધારણાં છે. રાજકોટમાં પણ ૧૫ થી ૨૦ હજાર ગુણીની આવકનો અંદાજ છે. ભાવ બહુ વધી ગયા હોવાથી કેટલાક ખેડૂતો થોડો-થોડો માલ લાવીને ઊંચા ભાવ મળે તો જ વેચાણ કરવાનાં મૂડમાં નથી.

સીંગદાણા ની બજાર

સીંગદાણાનાં ભાવમાં ટને રૂ.૧૦૦૦નો ઉછાળો આવીને કોમર્શિયલમાં રૂ.૮૯,૦૦૦ સુધીનાં ભાવ હતાં. સીંગદાણામાં નિકાસ વેપારો નથી, પંરતુ સ્થાનિક ઘરાકી અને પૂરવઠો ઓછો હોવાથી ભાવ ઊંચકાય રહ્યાં છે. અત્યારે અનેક કારખાનાઓ બંધ પડ્યાં છે. નાફેડની મગફળી ઉપર કારખાનાઓ ચાલી રહ્યાં છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

close