ડુંગળી બજાર ભાવ : ડુંગળીની અવાક સરેરાશ રહેતા ડુંગળીના ભાવમાં ધટાડો જોવા મળ્યો

WhatsApp Group Join Now
Telegram Group Join Now
ડુંગળીની બજારમાં શુક્રવારે સરેરાશ ભાવ નીચી સપાટી પર અથડાય રહ્યાં હતા અને મણે રૂ.૧૦થી ૨૦નો ઘટાડો થયો હતો. આગામી દિવસોમાં ડુંગળીની બજારમાં સરેરાશ ભાવ રૂ.૨પથી ૩૦ની વધગટ સાથે સ્થિર રહે તેવી ધારણાં છે.

મહુવામાં લાલ ડુંગળીની ૨૫૦૦ થેલીની આવક સામે ભાવ રૂ.૬૦થી ૨૯૨નાં હતાં. જ્યારે સફેદમાં ત્રણ હજાર થેલીની આવક સામે ભાવ રૂ.૧૪૦થી ૨૦૫નાં હતાં.

ગોંડલમાં લાલ ડુંગળીની ૪૧૦૦ કટ્ટાની આવક સામે ભાવ રૂ.૫૪થી ૧૮૬નાં હતાં. જ્યારે સફેદમાં ૨૨૦ થેલાની આવક સામે ભાવ રૂ.૧૦૧ થી ૧૬૧નાં હતાં.

રાજકોટમાં ૨૬૫૦ ક્વિન્ટલની આવક સામે ભાવ રૂ.૪૧થી ૨૮૦નાં ભાવ હતાં. ડુંગળીનાં વેપારીઓ ક્હે છેકે આ વર્ષે સ્ટોક મોટો પડ્યો છે અને ખાસ કરીને મધ્યપ્રદેશમાં મોટો સ્ટોક હોવાથી હાલ તેજીની સંભાવનાં નથી.

નાસિકમાં સરેરાશ અવાક સામે ડુંગળીના ભાવ નીચામાં રૂ.80 અને ઊંચામાં ભાવ રૂ.310 ના રહ્યા હતા.

ડીસામાં ડુંગળીની અવાક 1600 બોરી સામે ડુંગળીના ભાવ નીચામાં રૂ.150 અને ઊંચામાં રૂ.290 રહ્યા હતા.

ઓગસ્ટ મહિનામાં સાઉથનાં પાકની સ્થિતિ જોઈને ડુંગળીની આગળની તેજી-મંદીનો આધાર રહેલો છે. સરકાર પાસે પણ ડુંગળી પડી છે, જેની પણ ઊંચા ભાવ આવે તો વેચવાલી આવી શકે છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment