ગુજરાત મગફળીની બજારમાં લેવાલી નહીં વધે તો મગફળીનાં ભાવ ફરી ઘટે તેવી ધારણા

WhatsApp Group Join Now
Telegram Group Join Now

હાલ મગફળીની બજારમાં પાંખી વેચવાલી વચ્ચે ભાવમાં સરેરાશ સ્થિરતાનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાદ્યતેલનાં ભાવ આજે સ્ટેબલ રહ્યાં હતાં. ઈન્ડોનેશિયા દ્દારા પામતેલની નિકાસ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો હોવા છત્તા સરેરાશ બજારમાં તેની અસર આજે ખાસ જોવા ન મળી હોવાથી મગફળીની બજારમાં પણ રિયેક્શન નહોંતું. આગામી દિવસોમાં સીંગતેલની ચાલ ઉપર મગફળીની બજારનો મોટો આધાર રહેલો છે.

રાજકોટ માર્કેટયાર્ડ માં ૧૭ હજાર ગુણીની આવક થઈ હતી અને ચારથી પાંચ હજાર ગુણીનાં વેપારો થયા હતા. ૨૪ નંબર, રોહીણી અને ૩૭ નં.માં ર્‌.૧૧૦૦થી ૧૨૪૦, ૩૯ નંબરમાં રૂ.૧૧૦૦થી ૧૨૬૪૦, જી-૨૦માં રૂ.૧૨૨૦થી ૧૩૪૦ અને બીટી ૩૨ નં. કાદરીમાં રૂ.૧૧૪૦થી ૧૨૮પનાં ભાવ હતાં.

માર્કેટયાર્ડ ગોંડલમાં ૨૦ હજાર ગુણીની આવક હતી અને ર૪ હજાર ગુણીનાં વેપાર હતાં. પાંચેક હજાર ગુણી પેર્ન્ડિંગ પડી હતી. ભાવ જી-૨૦માં રૂ.૧૨૦૦થી ૧૩૫૦, ૩૭ નંબરમાં રૂ.૧૧૦૦થી ૧૨૫૦, ૩૯ નંબરમાં રૂ.૧૧૦૦થી ૧૨૫૦ અને ર૨૪ નંબરમાં રૂ.૧૧૫૦થી ૧૨૫૦નાં ભાવ હતાં.

મગફળીની આવક ડીસામાં નહોંતી. ઉત્તર ગુજરાતમાં નવી મગફળીની આવકો દશેક દિવસમાં દેખાય તેવી ધારણા છે. વ્યારા બાજુ નવી મગફળીની આવકો ચાલુ થવા લાગી છે, પરંતુ હજી રેગ્યુલર હરાજી શરૂ થઈ નથી.આગામી સપ્તાહથી વેપારો ચાલુ થાય તેવી સંભાવનાં દેખાય રહી છે.

સીંગદાણા ભાવની બજાર મજબૂત હતી. કોમર્સિયલ સીંગદાણાનાં ભાવમાં ટને રૂ.૫૦૦ વધીને રૂ.૯૭,૦૦૦ની સપાટી જોવા મળી હતી. આગામી દિવસોમાં નિકાસમાં જાવા-ટીજેનાં વેપારો કેવા ભાવથી થાય છેતેનાં ઉપર સૌની નજર રહેલી છે.

આ વર્ષે પણ વર્તમાન સંજોગોમાં બહુ મોટો નિકાસ વેપાર થાય તેવી સંભાવનાં ખાસ દેખાતી નથી. સીંગદાણાનાં કારખાનાઓ પણ હજી મોટા ભાગના બંધ પડ્યા છે. મગફળીની વેચવાલી વધે તો જ કારખાના ચાલુ કરવા પોસાય તેમ છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment