ગુજરાત માર્કેટયાર્ડમાં સતત એરંડાની અવાક ઘટતા એરંડાના ભાવમાં તેજીના દિવસો જોવા મળશે

WhatsApp Group Join Now
Telegram Group Join Now

એપ્રિલના છેલ્લા અઠવાડિયામાં એરંડામાં આવક વધીને રોજિંદી સવા બે થી અઢી લાખ ગુણીએ પહોંચી હતી પણ જેવો મે મહિનો શરૂ થયો કે તુરંત જ એરંડાની આવક ઝડપથી ઘટવા લાગી છે.

ગુજરાત, રાજસ્થાન, સૌરાષ્ટ્ર અને કચ્છ બધું મળીને હાલ રોજની દોઢ થી પોણા બે લાખ ગુણીની આવક થઇ રહી છે. મે મહિનો શરૂ થયો ત્યારબાદ એકપણ દિવસ આવક બે લાખે પહોંચી નથી.

એપ્રિલમાં સળંગ બહુ જ સારી આવક થઇ હોવા છતાં એરંડાના ભાવ પીઠામાં મણના ૧૪૦૦ રૂપિયાથી ઘટયા નથી તે બતાવે છે કે આ વર્ષે જે ખેડૂતોએ એરંડા ઉગાડયા છે અને વેચવામાં ઉતાવળ નથી કરી તેને બહુ જ સારા ભાવ મળ્યા છે.


ખેડૂતોને એરડાના ઊંચા ભાવ મળ્યા હોઇ જે ખેડૂતોને પૈસાની જરૂરત હતી તેઓના ખેતરમાં એરંડા પાકોને તૈયાર થયા કે તુરંત જ ખેતરથી એરંડા પીઠામાં લઇ જઇને વેચી નાખ્યા છે.

હવે જે ખેડૂતોને બહુ પૈસાની જરૂર નથી અને વખારિયાઓ પાસે જ એરંડા બચ્યા છે. વખારિયાઓએ ૧૪૦૦ રૂપિયાના મથાળે એરંડા ખરીદ્યા હોઇ જ્યાં સુધી એરંડા વધીને ૧૬૦૦ થી ૧૭૦૦ રૃપિયા નહીં થાય ત્યાં સુધી વખારિયાઓ એરંડા વેચવાના નથી.

ખેડૂતોને આ વર્ષે જીરૂ, કપાસ, ઘાણા, રાયડો વિગેરેના બહુ જ સારા ભાવ મળ્યા છે અત્યારે મગફળી, ગવાર અને તલમાં પણ સારા ભાવ મળી રહ્યા છે આથી શક્તિશાળી ખેડૂતો પણ એરંડા ભાવ જ્યાં સુધી મણના ૧૫૦૦ રૂપિયાથી વધશે નહીં ત્યાં સુધી વેચશે નહીં.


સળંગ એરંડાના ભાવમાં તેજીના દિવસો જોવા મળે તેવું લાગે છે. હવામાન ખાતાએ વહેલું ચૌમાસું બેસવાની આગાહી કરી હોઇ જો વહેલો વરસાદ થશે તો ખેડૂતો કપાસ, મગફળી, તલ, સોયાબીન, જુવાર, બાજરીનું વાવેતર પહેલા કરશે આથી એરંડા માટે જમીન કેટલી બચશે ? તે એક પ્રશ્ન ઊભો થશે.

એવીજ રીતે, એરંડામાં બહુ જ સારી બજાર રહેવાની ધારણા છે. જે ખેડૂતોએ એરંડા સાચવ્યા છે તેઓ હજુ એરંડા સાચવી રાખે અને એરેડા વેચવાની કોઇ ઉતાવળ ન કરે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment