લાંબા સમયથી એરંડાના ખેડૂતોને અહીંથી એવું કહેવામાં આવી રહ્યુ છે કે થોભી જાવ. કપાસના ખેડૂતોને આ વર્ષે અત્યારે મણના ૨૭૦૦ રૂપિયાથી વધુ મળી રહ્યા છે. જીરૂના ખેડૂતોને મણના ૪૨૦૦ થી ૪૩૦૦ રૂપિયા મળી રહ્યા છે.
ખેડૂતોને ધાણાના ઊંચામાં મણના ૨૫૦૦ રૂપિયા સુધી ભાવ મળ્યા છે તે જ રીતે એરંડાના ખેડૂતો જો વેચવામાં ઉતાવળ ન કરે તો સો ટકા ૨૦૦૦ રૂપિયા ભાવ મળવાના છે પણ ખેડૂતો ખમી શકતાં નથી એટલે જે ખેડૂતો પકવે તેમાં ખેડૂતો કરતાં વેપારીઓ અને વખારિયાઓ વધુ કમાણી કરી જાય છે.
આ વર્ષે એરંડાનું ઉત્પાદન ઓછું થયું છે અને વિદેશમાં એરંડામાં બનતાં એરંડિયા તેલની મોટી માગ હોઈ એરંડામાં મોટી તેજી થવાની શક્યતા છે.
એરંડાની આવક એપ્રિલમાં રોજની પીઠામાં સવા બે થી અઢી લાખ ગુણીની દેખાણી હતી છતાં પણ એરડાના ભાવ મણના ૧૪૦૦ રૂપિયાથી ઘટયા નથી.
અગાઉના વર્ષોમાં નીકળતી સીઝને એરંડાની આવક વધે ત્યારે ભાવ ગગડીને મણના ૧૦૦૦ રૂપિયાથી ઓછા થઇ જાય છે પણ આ વર્ષે ભાવ ઘટયા નથી અને હાલ એરંડાના ભાવ વધીને મણના ૧૪૬૦ થી ૧૪૭૦ રૂપિયા બોલાવા લાગ્યા છે.
આવા સંજોગોમાં જો એરડાના ખેડૂતો મજબૂત પકકડ જમાવશે તો ભાવ વધીને ૨૦૦૦ રૂપિયા સો ટકા થવાના છે પણ જો ખેડૂતો વેચી નાખશે તો એરંડાના ૨૦૦૦ રૂપિયાના ભાવનો લાભ વેપારીઓ અને ઉદ્યોગપતિઓને મળશે.
- કેળા ઉગાડતા પ્રખ્યાત પ્રદેશ જલગાંવના ખેડૂતો કેમ નારાજ છે?
- Gujarat weather Ashok Patel : ગુરુ શુક્ર અને શનિ હોટ દિવસ : બુધવારથી ફરી હીટવેવની હાલત સર્જાશે
- જીનોની સારા કપાસની માંગ વધતા ગામડે બેઠા કપાસના ભાવમાં ઉછાળો
- ગુજરાતમાં ચણાની આવકોમાં ઘટાડો થતા, ચણાના ભાવમાં સ્થિરતા
રાતદિવસ કાળી મજૂરી કરીને એરંડા જે ખેડૂતોએ પકવ્યા છે તેના ઊંચા ભાવનો લાભ ખેડૂતોએ લેવો હોય તો હવે એરંડા વેચવાનું સાવ બંધ કરી દેવું જોઈએ કે જેથી એરંડા જે કોઈને ખરીદવા હશે તેને ખેડૂતોને ઊંચા ભાવ જ દેવા તૈયાર રહેવું પડશે.