ઘઉંની બજારમાં ઊંચી સપાટીએ ભાવ ટકેલા રહ્યાં હતાં. આખર તારીખોને કારણે મિલોની લેવાલી તેજી હોવા છત્તા એક મર્યાદીત જેટલી જ રહી હોવાથી બજારો હાલ વિરામ લઈ રહ્યાં છે, પંરતુ આગામી સપ્તાહથી બજારો ફરી ઊંચકાય તેવી સંભાવનાં દેખાય રહી છે.
અમદાવાદની મિલોનાં ભાવ રૂ.૨૮૫૦, બરોડાનાં રૂ.૨૮૭૦ અતે સુરતના ભાવ રૂ.૨૯૦૦ હતાં. જ્યારે હિંમતનગર નિલકંઠ રૂ.૨૮૧૦ હતાં.
પીઠાઓની આવક અને ભાવ
રાજકોટ યાર્ડમાં ૧૫૦૦ બોરીની આવક હતી અને ભાવ મિલબરમાં રૂ.૫૧૫ થી ૫૩૦, એવરેજમાં રૂ.૫૩૫ થી ૫૫૦ અને સારા ઘઉં રૂ.૫પપપ થી ૬૪૬૦૦નાં ભાવ હતાં. પ્રીમિયમ ક્વોલિટીમાં રૂ.૬૦૦ થી ૬૪૦નાં હતાં.
ગોંડલમા ઘઉંના ૧૫૩૭૦૦ ગુણીની આવક હતી અને ભાવ લોકવનમાં રૂ.૫૦૦ થી ૬૩૬ અને ટૂકડામાં રૂ.૫૦૬ થી ૭૫૦ ભાવ હતાં. બિયારણ ક્વોલિટી રૂ.૫૫૦ થી ૭૫૦ સુધી ભાવ હતાં.
ઘઉંમાં ઊંચી સપાટીએ ભાવમાં સ્થિરતાઃ મોડલમાં ઊંચામાં રૂ.૭૫૦નાં ભાવ, ઘઉંમાં થોડા દિવસ બજાર સ્ટેબલ રહેશે પંરતુ ઓલઓવર તેજીની ધારણાં…
હિંમતનગરમાં ઘઉંની ૩૦૦ બોરીની આવક હતી અને ભાવ મિલબરનાં રૂ.૫૨૦ થી પરપ, મિડીયમ ક્વોલિટી રૂ.૫૪૦ થી ૫૭૦ અને સારા માલમાં રૂ.૬૨૧
સુધીનાં ભાવ હતાં.
વિદેશી પ્રવાહો વૈશ્વિક ઘઉના ભાવમાં સુધારો હતો. બેન્ચમાર્ક શિકાગો ઘઉં વાયદો આઠ સેન્ટ વધીને ૫.૭૭ ડોલર પ્રતિ બુશેલની સપાટી પર પહોંચ્યો હતો.