ગુજરાતમાં ખાદ્યતેલની માંગ વધતા મગફળીના ભાવમાં તેલની પાછળ ઉછાળો

WhatsApp Group Join Now
Telegram Group Join Now

મગફળીની બજારમાં પણ ખાદ્યતેલનાં ભાવ ઝડપથી વધ્યાં હોવાથી ગરમાવો આવ્યો છે. બીજી તરફ ખેડૂતોની ગામડેબેઠા પણ નીચા ભાવથી વેચવાલી નથી. ખેડૂતો સારી મગફળી રૂ.૧૨૫૦ થી ૧૩૦૦ જેવા ભાવથી પણ વેચાણ કરવા તૈયાર નથી.

રશિયા-યૂક્રેન કટોકટીને પગલે ભાવ ઊંચકાશે તેવી આશાએ અત્યારે ખેડૂતો વેચાણ કરવાનાં મૂડમાં નથી. વેપારીઓ કહે છેકે જે ખેડૂતોનાં ઘરમાં માલ પડ્યો છે એ ખેડૂતો અત્યારે બજારનાં ભાવની સાથે યુધ્ધની સ્થિતિ ઉપર એટલું જ ધ્યાન રાખે છે એટલે ટેકનોસેવી બની ગયાં છે, પરિણામે નીચા ભાવથી વેચાણ કરવા તૈયાર નથી. કેટલાક ખેડૂતો તો સારી મગફળીમાં રૂ.૧૪૦૦ના ભાવની પણ આશા સેવી રહ્યાં છે.

સૌરાષ્ટ્રના જામનગર મિલ ડિલીવરીનાં ભાવ વધીને રૂ.૧૩૪૦ની સપાટીએ પહોંચ્યાં…

ગોંડલમાં પેન્ડિંગ માલમાંથી ૨૪૭ હજાર ગુણીનાં વેપાર હતાં. ભાવ જી-૨૦માં રૂ.૧૧૦૦ થી ૧૩રપ હતાં. જ્યારે ૩૯ નંબરમાં રૂ-૧૦૦૦ થી ૧૨૨૦ના ભાવ હતાં. ૩૭ નંબરમાં રૂ.૧૦૦૦ થી ૧૨૧૦ અને ૨૪ નંબરમાં રૂ.૧૦૦૦ થી ૧૨રપ સુધીનાં ભાવ હતાં.

રાજકોટમાં મગફળીની ૧૪ હજાર ગુણીની આવક હતી અને છ હજાર ગુણી પેન્ડિંગ હતી, જેમાંથી ૧૨ હજાર ગુણીનાં વેપાર થયા હતાં. ભાવ ર૪ નં. રોહીણીમાં રૂ.૧૦૮૦ થી ૧૨૨૦, ૩૯ નં.માં રૂ.૧૦૫૦ થી ૧૨૦૦, જી-૨૦માં રૂ.૧૧૫૦ થી ૧૩૪૦, બીટી ૩૨માં રૂ.૧૧૩૦ થી ૧૨૪૦નાં ભાવ હતાં.

માર્કેટયાર્ડ હિંમતનગરમાં ૧૦૦૦ બોરીની આવક હતી અને ભાવ રૂ.૧૨૦૫ થી ૧૩૬૪૦નાં હતાં.

ડીસા માર્કેટયાર્ડમાં ૧૩૦૦ ગુણીની આવક સામે ભાવ રૂ.૧૧૦૦નાં હતાં.

ટને સીંગદાણામાં રૂ.૧૦૦૦ થી ૧૫૦૦નો ઉછાળો હતો. મગફળી મળવી મુશ્કેલ અને જે મળે છે તે ઊંચા ભાવથી મળથી હોવાથી દાણાની બજારમાં પણ તેજી આવી હતી.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

close