સોમવારે ઘઉંની આવકમાં વધારા વચ્ચે ઘઉંના ભાવમાં ઘટાડો થવાની સંભાવનાં

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ટૂંકી વધઘટેઘ વચ્ચે ઘઉંની બજારમાં ભાવ સરેરાશ અથડાય રહ્યાં છે. ઉત્તર ગુજરાતનાં બે-ચાર યાર્ડો આજે ખુલી ગયાં હતા, ગોંડલમાં પણ આજે હરાજી શરૂ થઈ હતી, જ્યારે સૌરાષ્ટ્રનાં મોટા ભાગનાં યાર્ડો શનિવારે ખુલી ગઈ હતી, અને માર્કેટિંગ યાર્ડોમાં ઘઉંની આવકો સારી માત્રામાં થાય તેવી હતી છે.

છેલ્લા દશેક દિવસમાં વૈશ્વિક ભાવમા ઘટાડાને પગલે કંપનીઓએ પણ ભાવમાં ક્વિન્ટલે રૂ.૮૦થી ૧૦૦નો ઘટાડો કર્યો, હોવાથી યાર્ડોનાં ભાવ પણ શનિવારે મણે રૂ.૨૦ જેવા નીચા ખુલે તેવી સંભાવનાં હતી.

ઘઉંનાં અગ્રણી વેપારીએ કહે છેકે ઘઉંની આવકો પણ એકાદ સપ્તાહ ખુબ જ સારી રહેશે, જેને પગલે પણ સરેરાશ બજારો દબાય તેવી ધારણાં છે. એક વાર આવકો પીક ઉપર આવીને ઘટવા લાગી ત્યાર બાદ ઘઉંનાં ભાવ સ્ટેબલ થઈ જશે અને ધીમી ગતિએ વધતા રહે તેવી ધારણાં છે.


ઘઉંનાં ભાવમાં આ વર્ષે મંદી આવશે તો પણ થોડો સમયની જ મહેમાન રહે તેવી ધારણાં છે. કેન્દ્ર સરકારનાં પ્રયાસો અને ખાસ કરીને મધ્યપ્રદેશની સરકારે નિકાસ માટે જે પ્રયાસો શરૂ કર્યા છે તેને પગલે એમ.પી.નાં ઘઉં ધારણાં કરતાં ઊંચા ભાવે મળે તેવી સંભાવનાં છે, જેને ફાયદો ગુજરાતનાં ઘઉંનાં ખેડૂતોને પણ થાય તેવી સંભાવનાં દેખાય રહી છે.

ગાંધીધામ ડિલીવરીનાં ભાવ રૂ.૨૩૪૦નાં ક્વોટ થતાં હતાં. જ્યારે આઈટીસીનો ભાવ કંડલા ડિલીવરીનો મિલ ક્વોલિટી રૂ.૨૩૩૦, દુરમ રૂ.૨૨૭૦નાં ભાવ હતાં. જૂનાગઢ, રાજકોટ અને ગોંડલ માટે લોકવન ઘઉં અને મિલબાર ઘઉં ક્વોલિટીનો ભાવ રૂ.૨૨૭૦ અને ટૂકડાનો રૂ.૨૨૮૦નો ભાવ હતાં.


ગોંડલ માર્કેટિંગમાં ઘઉંની ૬૮૦૦ ગુણીની આવક હતી અને લોકવન ઘઉંના ભાવ ક્વોલિટીમાં રૂ.૪૧૦ થી ૪૬૮ અને ટૂકડામાં રૂ.૪૨૦ થી ૪૦૦ સુધીનાં ભાવ હતાં.

ડીસા માર્કેટ યાર્ડમાં ઘઉંની શુક્રવારે ૫૯૦ ગુણીની આવક સામે ઘઉંના ભાવ રૂ.૪૨૫ થી ૬૦૧નાં ભાવ હતાં.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment