જીનોની સારા કપાસની માંગ વધતા ગામડે બેઠા કપાસના ભાવમાં ઉછાળો

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ગુરૂવારે કપાસમાં ભાવ ટકેલા હતા પણ ખેડૂતો મક્કમ હોઈ ગામડે બેઠા કે જીનપહોંચ જોઇતો કપાસ મળતો ન હોવાની બૂમ ચારેતરફથી ઉઠી હતી.

સૌરાષ્ટ્રના કપાસના અગ્રણી બ્રોકરે જણાવ્યું હતું કે ગામડે બેઠા રૂ.૨૨૦૦ના ભાવે કપાસ માગનારાઓને પણ જોઈએ તેવો સુપર કપાસ મળતો નથી. જે ખેડૂતો પાસે સુપર બેસ્ટ કપાસ પડ્યો છે તેઓ હવે રૂ.૨૫૦૦ની નીચે વેચવો નથી તેવું બોલવા લાગ્યા છે.

જીનોને સારો કપાસ ફરજિયાત લેવો પડે છે તો જ સારી લેન્થનું રૂ બને છે. હલકો અને નબળો કપાસ જોઈએ તેટલો મળે છે પણ સારો કપાસ ન મળે ત્યાં સુધી જીનો ચાલતી નથી. આગળ કપાસના રૂ.૧૬૦૦ એક અઠવાડિયા પહેલા બોલતા હતા પણ હવે રૂ.૧૮૦૦ની નીચે એકપણ જાતનો કપાસ મળતો નથી.

જીનપહોંચ કપાસના ભાવ રૂ.૧૮૦૦ થી ૧૮૦૦, મિડિયમના રૂ.૧૯૦૦ થી ૨૦૦૦, મિડિયમ બેસ્ટના રૂ.૨૦૦૦ થી ૨૧૦૦ અને સુપર બેસ્ટના રૂ.૨૧૦૦ થી ૨૨૦૦ બોલાતા હતા.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment