ગુજરાત યાર્ડમાં જીરુંના વેપાર ઘટતા જીરું વાયદા બજાર ભાવમાં ધટાડો

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ઉંઝા ગંજ બજારમાં ઘરાકી સુસ્ત પડી ગઈ છે. લગ્નગાળો પૂરો થયો છે એ જોતા હવે થોડી માગ વધશે પણ એકંદરે નવો પાક માથે છે અને વાવેતર પણ ખૂબ સારાં હોવાથી બજાર અથડાઈ જાય એમ છે. જીરૂમાં પાછલા પંદર દિવસમાં રૂ. ૪૦૦-૫૦૦નો કડાકો બોલી ગયો છે.

જીરૂમાં હજી પણ વધઘટનો દોર ચાલુ જ છે. જીંગત સપ્તાહમાં પ્રારંભમાં બજાર ઘટયા બાદ આખરમાં ભાવ વધરાતરફી રહ્યા હતા અને આ સપ્તાહના પ્રારંભમાં બજાર ફરી ઘટાડાતરફી રહી હતી.

જીરૂમાં વાયદા બજાર પાછળ ઘટાડાનો દોર યથાવત છે. જીરૂ ડિસેમ્બર વાયદાની બુધવારે એક્સપાયરી છે, એ પહેલા તેનાં ભાવ ચાર ટકા જેવા ઘટ્યા હતા, જ્યારે જાન્યુઆરી વાયદામાં ઓછો ઘટાડો હતો. બીજી તરફ નવી સિઝનનો માચ વાયદો ઘટીને ૩૦ હજારની નજીક પહોંચ્યો હતો અને ટૂંકમાં આ લેવલ પણ તોડે તેવી સંભાવનાં છે. જીરૂનાં હાજરમાં ભાવ મણે રૂ.૧૫૦ થી ૩૦૦ જેવા ઘટ્યાં હતા.

જીરૂનાં અગ્રણી વેપારીઓ કહે છે, જીરૂમાં નવા નિકાસ વેપારો નથી અને રપમી ડિસેમ્બર સુધી ખુલે તેવી ધારણાં નથી. આ તરફ હાજરમાં કોઈ હલચલ નથી. જીરૂનાં વાવેતરનાં અહેવાલો સારા આવી રહ્યાં છે અને અત્યાર સુધીનું વાતાવરણ પાક માટે સાનુકૂળ છે. હવે જાન્યુઆરી-ફેબ્રુઆરીનું તાપમાન અતિ મહત્તવનું રહેશે.

જાન્યુઆરી વાયદો રૂ.૭૦૦ ઘટીને રૂ.૩૬૯૦૦ની સપાટી પર બંધ રહ્યો હતો. માર્ચ વાયદો રૂ.૩૦૪૦૦ થઈને રૂ.૩૦૯૯૦ની સપાટી પર બંધ રહ્યો હતો. જીરૂનાં વાવેતર ગત વષની તુલનાએ બમણા થયા છે, પરંતુ વાવેતર ગત વર્ષની તુલનાઓ દોઢાથી પોણા બે ગણા જ થયા હોવાનું પણ અમુક વગ કહે
છે.

નવી સિઝનને દોઢ બે મહિનાની વાર છે. હવે નવી આવકો સુધી બજાર સ્થિર રહેશે એવું જણાય છે. આ સપ્તાહમાં ચીનના ૩૦ કન્ટેનરના વેપાર થયા હતા. આથી બજાર વધુ ઘટતાં અટકી હતી.

જોકે ઊંઝા યાર્ડમાં આવકો ઘણી ઘટીને ૧૫૦૦ થી ૨૦૦૦ ગૂણીની થઈ રહી છે. સાથે વેપાર ૩૦૦૦ થી ૪૦૦૦ ગૂણીના થાય છે. મથકે ભાવ એવરેજના પ્રતિ ર૦ કિલો ઘટીને રૂ. ૯૦૦૦ થી ૧૦૦૦૦, મિડિયમના રૂ. ૧૦૦૦૦ થી ૧૧૦૦૦ અને એક નંબરના રૂ. ૧૧૧૦૦ થી ૧ર૦૦૦ના મથાળે હતા. મુંબઈમાં એવરેજના રૂ. ૧૦૦૦૦ થી ૧૧૦૫૦, મિડિયમના રૂ. ૧૧૧૦૦ થી ૧૧૫૦૦ અને એક નંબરના રૂ.૧૧૫૦૦ થી ૧ર૫૦૦ હતા.

ઉંઝાના વેપારીઓ કહે છેકે, વાવેતર બમણાં કરતા વધારે થઈ ગયા છે. હાલ પાકની સ્થિતિ સારી છે. વાતાવરણ સારં રહે અને બધુ સમુસૂતરું પાર પડે તો પાક પણ બમ્પર આવશે. એ ગણતરી ઉપર સ્ટોકિસ્ટોની વેચવાલી નીકળ્યા કરે છે. નવો માલ આવે ત્યારે બેથી અઢી લાખ ગુણી જૂની પેન્ડીંગ રહી જાય તેવી શક્યતા છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment