ઉંઝામાં હાલમાં સરેરાશ જીરું વાયદા બજાર ભાવ ૫૦ ટકા ઘટીને પ્રતિ કિલો રૂ।. ૩૦૦ થઈ ગયો છે જે ગત ઓક્ટોબરમાં પ્રતિ કિલો રૂ. ૬૦૦ હતો. ચાલુ વર્ષે જીરુંનો મબલક પાક ઉતરતા તેના ભાવમાં કડાકો આવ્યો હતો.
હાલમાં બજારમાં નવા જીરુંની આવક શરૂ છે તેમ છતાં ફેબ્રુઆરીના અંત સુધીમાં તેની સૌથી વધુ આવક થશે અને ત્યાર બાદ તેના ભાવ વધુ ઘટે તેવી શક્યતા છે.
ગત વર્ષે જીરુંના ભાવ પાક ઊંચા હોવાને કારણે ર૦ર૩-ર૪ની સિઝનમાં મોટેભાગે રાજસ્થાન અને ગુજરાતમાં ૧ર લાખ હેક્ટર જમીનમાં જીરુંનું વાવેતર થયું છે જ્યારે ગત પાક વર્ષની સિઝનમાં ફક્ત ૯ લાખ હેક્ટર જમીન પર જીરુંનું વાવેતર થયું હતું.
ઊંઝા એપીએમસીના અધ્યક્ષ દિનેશ પટેલે જણાવ્યું કે હાલમાં વાતાવરણ સારું છે અને જીરુંનું વાવેતર વિશેષ થયું હોવાથી તેનો પુષ્કળ પાક ઉતરવાની વકી હોવાથી તેના ભાવ હજી વધુ ઘટવાની શક્યતા રહેશે.
આગામી મહિના સુધીમાં જીરુંના ભાવ પ્રતિ ક્લો રૂ. ર૨૫૦ આસપાસ થવાની શક્યતા છે, અને ત્યાર બાદના મહિનાઓમાં લગભગ તે સ્તર ઉપર રહેવાની શક્યતા છે. જીરુંના ભાવ ઘટવાને કારણે મરીમસાલામાં ભાવ વધારો પણ ઘટશે જે ડિસેમ્બરમાં લગભગ ૧૯.૬૯ ટકા હતો.
૨ર૦ર૧-ર૨રમાં જીરુંના સરેરાશ ભાવ રૂ।. ર૦૦ પ્રતિ કિલો હતા. માર્ચ ર૦ર૩થી તેના ભાવ વધવાના ચાલુ થયા ત્યારે તેનો પ્રતિકિલો રૂ. ૪૫૦નો ભાવ હતો. એનસીડેક્સ ઉપર જીરુંનું ર૦મે ર૦ર૪ એક્ષપાયરીનું ફ્યૂચર પ્રતિ ક્વિન્ટલ ર. ર૬,ર૮૦ હતું. જીરુંનો છૂટક ફુગાવો ડિસેમ્બર ર૦ર૩માં ૧૧૪ ટકા હતો અને જુલાઈ ર૦ર૩થી તે ત્રણ આંકડામાં રહ્યો હતો.
ચીન, સિરિયા અને અફઘાનિસ્તાન જેવા દેશોમાં જીરુંનો પાક ઓછો છતાં છેલ્લાં એક મહિનાથી ભારતની જીરુંની નિકાસ વધી છે. પાછલા બે મહિનામાં લગભગ ર૦,૦૦૦ ટન જીરુંની નિકાસ થઈ હતી.
મુખ્ય મુદ્દાઓ
જીરુનો વાવેતરમાં કેટલો વધારો?
જીરુનો વાવેતર વિસ્તાર ૫૦ ટકાથી વધુ વધીને ચાર વર્ષની ટોચે પહોંચ્યો છે. મુખ્ય ઉત્પાદક રાજ્ય રાજસ્થાન અને ગુજરાતના ખેડૂતોએ મસાલાની ખેતીનો વિસ્તાર કર્યો હોવાથી જીરુંનો વાવેતર વિસ્તાર આ રવી સિઝનમાં ચાર વર્ષની ઊંચી સપાટીએ પહોંચ્યો છે. છેલ્લી માર્કેટિંગ સિઝનમાં જીરાના વિક્રમી ભાવોએ ખેડૂતોને તેમના વિસ્તારમાં નોંધપાત્ર વધારો કરવા માટે પ્રેરિત કર્યા.
સત્તાવાર માહિતી અનુસાર, ગુજરાતમાં ૮ જાન્યુઆરી સુધીમાં જીરુનો વાવેતર વિસ્તાર ૫.૬૦ લાખ હેક્ટર છે, જે ગયા વર્ષના ર.૭૫ લાખ હેક્ટર કરતાં ૧૬૦ ટકા વધુ છે. સૌથી મોટા ઉત્પાદક રાજ્યમાં જીરુંનો સામાન્ય વિસ્તાર ૩.૫ લાખ હેક્ટર છે.
રાજસ્થાનમાં, સત્તાવાર ડેટા દર્શાવે છે કે રાજ્યમાં ૮ જાન્યુઆરી સુધીમાં ૬.૯૦ લાખ હેક્ટરમાં જીરુંનું વાવેતર થયું છે, જે એક વર્ષ અગાઉ ૫.૫૦ લાખ હેક્ટરમાં હતું, જે રપ ટકા વધારે છે.
આ વર્ષે જીરુંનો કુલ વાવેતર ૧૨.૫૦ લાખ હેક્ટરથી વધુ છે, જે એક વર્ષ અગાઉના ૯ લાખ હેક્ટર કરતાં ૩૮ ટકા વધુ છે. મસાલા બોર્ડના ડેટા અનુસાર, ૨૦૧૯-૨૦માં જીરુંનો વિસ્તાર રેકોર્ડ ૧૨.૭૬ લાખ હેક્ટર હતો, જ્યારે ઉત્પાદન ૯.૧ર લાખ ટનના સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચ્યું હતું.
સ્પાઈસિસ એક્ઝિમના યોગેશ મહેતાએ જણાવ્યું હતું કે છેલ્લા ક્વાર્ટરમાં એકંદરે ભાવમાં ઘટાડો થયો હોવા છતાં, જીરુંના વાવેતર વિસ્તારમાં નોંધપાત્ર વધારો થયો છે, આ શિયાળામાં વાવેતરમાં ૫૦ ટકાથી વધુનો વધારા જોવા મળ્યો છે.
ગુજરાતમાં, જીરાની વાવણીમાં ૫.૪ લાખ હેક્ટર (છેલ્લા ૩ વર્ષમાં સરેરાશ ૩.૫ લાખ હેક્ટરની સરખામણીએ) સાથે લગભગ ૧૦ર૨ ટકાની મજબૂત વૃદ્ધિ જોવા મળી છે. મહેતાએ જણાવ્યું હતું કે ર૦૨૨-ર૩ની સિઝનના ઊંચા ભાવે તમામ ખેડૂતોને મોટા પ્રમાણમાં જીરનું વાવેતર કરવા પ્રેરિત કર્યા છે.
પુરવઠામાં અછત અને ઉંચી માંગને કારણે જુલાઈમાં જીરાના ભાવ ક્વિન્ટલ દીઠ રૂ. ૬૨,૦૦૦ સુધી પહોંચી ગયા હતા. છેલ્લા એક મહિનામાં, બમ્પર પાકની અપેક્ષાએ ભાવ લગભગ રૂ. ૫૦,૦૦૦ પ્રતિ ક્વિન્ટલથી ઘટીને રૂ. ૩૦,૦૦૦ની આસપાસ આવી ગયા છે.
જોધપુર સ્થિત સાઉથ એશિયા બાયોટેક સેન્ટર (એસએબીસી) ના ડિરેક્ટર ભગીરથ ચૌધરીએ જણાવ્યું હતું કે બદલાતી હવામાન પેટર્નને કારણે પાકના કદનો અંદાજ કાઢવો ખૂબ જ વહેલું છે. આપણે રાહ જોવી પડશે અને જોવું પડશે. આ વર્ષે પાણીની ઉપલબ્ધતા ઓછી છે ત્યારે ઠંડા દિવસોની સંખ્યા પણ ઓછી છે.
ચૌધરીએ કહ્યું કે આ સિવાય પાક પર ફ્યુઝેરિયમ વિલ્ટ એટેકના પણ કિસ્સાઓ છે. આબોહવાની સમસ્યાઓને કારણે, આ સિઝનમાં ફૂગ અને રસ ચૂસનાર જંતુઓના હુમલાની વધારે આશંકા છે.
ઊંઝા માર્કેટમાં જીરાનો મોડલ ભાવ (જે ભાવે મોટાભાગનો વેપાર થાય છે) ૧૧ જાન્યુઆરીએ ક્વિન્ટલ દીઠ રૂ. ૩૦,૫૦૦ હતો, જે ડિસેમ્બરની શરૂઆતમાં રૂ.૪૪,૦૦૦ના સ્તરથી નીચે હતો.
મહેતાએ જણાવ્યું હતું કે ચીન ત્રણ ગણા વધુ પાકની અપેક્ષા રાખે છે, ઈજિપ્ત અને સીરિયા બે ગણા વધુ પાકની અપેક્ષા રાખે છે. માર્ચ-એપ્રિલ ર૦૨૪ માટે નવું પાક જીરું ૯૯ ટકા શુદ્ધતા, નજીકના ગંતવ્ય માટે ખર્ચ અને નૂર ભાડાના આધારે ૩,૩૦૦ ડોલર પ્રતિ ટનના ભાવે ઓફર કરવામાં આવી રહ્યું છે.