જીરું વાયદા બજાર : જીરૂનું વાવેતર ઓછું થતાં દિવાળીએ ખેડૂતોને સાર જીરુંના ભાવ મળશે

WhatsApp Group Join Now
Telegram Group Join Now

આ વર્ષે એરંડાની જેમ જીરૂના ખેડૂતોને પણ બહુ જ સારા ભાવ મળ્યા છે. છેલ્લા બે થી ત્રણ અઠવાડિયામાં જીરૂના ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો હોઇ હવે એક થી બે અઠવાડિયા જીરૂના ભાવ કદાચ વધતાં અટકી જશે અથવા બહુ જ થોડા ઘટશે પણ આગળ જતાં એટલે કે દિવાળીએ જીરૂના ભાવ ખેડૂતોને મણના ૫૦૦૦ રૂપિયા મળે તેવી પૂરેપૂરી શક્યતા છે.

દુનિયામાં જીરૂ બહુ જ થોડા દેશોમાં ઉગે છે જેમાં સૌથી વધુ જીરૂ ભારતમાં થાય છે અને સૌથી વધુ જીરૂનો વપરાશ ચીન કરે છે પણ ચીનમાં જીરૂ બહુ પાકતું નથી.

દુનિયામાં જે જીરૂ પાકે છે તેનું ૮૦ થી ૮૫ ટકા જીરૂ ભારતમાં ઉગે છે. આ સિવાય ચીન, સિરિયા, તૂકી, અફઘાનિસ્તાન, ઇરાનમાં જીરૂનું ઉત્પાદન એકદમ નજીવું થાય છે.

વિશ્વમાં ભારત સિવાય કોઇ દેશની પાસે જીરૂ નથી આથી નિકાસમાગ નીકળશે ત્યાર અહોં જીરૂના ભાવ વધશે…


ભારતમાં દર વર્ષે જીરૂનું ઉત્પાદન ૮૦ થી ૯૦ લાખ ગુણી થાય છે પણ આ વર્ષે જીરૂનું વાવેતર ઓછું થતાં અને વાતાવરણ ખરાબ રહેતાં ૪પ થી ૫૦ લાખ ગુણી જ જીરૂ પાકયું છે. આવી જ સ્થિતિ દરેક દેશોની થઇ છે.

તૂર્કી અને સિરિયામાં જીરૂનું ઉત્પાદન દર વર્ષની સરખામણીમાં ૧૦ ટકા જ થયું છે. અફઘાનિસ્તાનમાં દર વર્ષની સરખામણીમાં અડધું જ જીરૂ પાક્યું છે. ઇરાનમાં પણ બહુ જ થોડું જીરૂ પાક્યું છે.


ચીનમાં પણ દર વર્ષે જેટલું જીરૂ પાકે છે તેના કરતાં ૩૦ ટકા ઉત્પાદન ઘટયું છે. આમ, જીરૂની અછત આખી દુનિયામાં છે ત્યારે ભારતમાં પણ ઓછું જીરૂ પાકયું છે અને નવી સીઝન આડે હજુ છ મહિના કાઢવાના બાકી છે.

હવે આખી દુનિયામાં કોઇ પાસે જીરૂનો કોઇ મોટો જથ્થો નથી ભારતમાં પણ હવે એક પણ રાજ્યમાં જીરૂ બહુ બચ્યું નથી ત્યારે હવે તહેવારોની સીઝન ચાલુ થઇ રહી છે ત્યારે દેશના ખૂણે ખુણેથી જીરૂની માગ આવવાની છે તે વખતે જીરૂના ભાવ સો ટકા વધવાના છે.


અત્યારે જીરૂના ભાવ માર્કેટયોર્ડમાં મણના ૪૨૦૦ થી ૪૫૦૦ રૂપિયા બોલાય છે.

છેલ્લાએક મહિનામાં મણે ૪૦૦ રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. આટલો ઝડપી ભાવવધારો થયો હોઇ કદાચ મણે ૫૦ થી ૭૦ રૂપિયા ઘટી શકે છે પણ ત્યારબાદ જીરૂના ભાવ સતત વધતાં રહેવાના છે અને દિવાળી આસપાસ જીરૂના ભાવ મણના ૫૦૦૦ રૂપિયા થવાની પૂરેપૂરી શકયતા હોઇ જે ખેડૂતો પાસે જીરૂ બચ્યું હોય તે ખેડૂતો જીરૂ વેચવાની ઉતાવળ ન કરે અને ભાવ વધવાની રાહ જુએ.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment