કપાસ વાયદા બજાર: ઓછી વેચવાલીના કારણે કપાસના ભાવમાં સુધારો, જાણી લો ભાવ

WhatsApp Group Join Now
Telegram Group Join Now

કપાસના ભાવ: ગુજરાતમા રૂની બજારમાં શનિવારે મામૂલી સુધારો હતો. કપાસિયા ખોળની બજારમાં રૂ.૨૦ થી ૩૦ સુધારો થયો હતો. ખોળમાં લેવાલી સારી છે અને સામે વાયદા ચાલુ સપ્તાહ દરમિયાન બહું વધી ગયા હોવાથી હાજરમાં પણ ઉછાળો આવ્યો હતો.

કપાસિયા ખોળમાં હવે સ્ટોકિસ્ટોની વેચવાલી કેવી આવે છે તેના ઉપર આગળની બજારનો આધાર રહેલો છે. રૂના ભાવમાં રૂ.૧૦૦ સુધારો હતો. ગુજરાતમાં ર૯ એમ.એમ. અને ૩.૮ માઈકવાના રૂનો ભાવ રૂ.૫૬,૫૦૦ થી ૫૭,૦૦૦ ક્વોટ થયો હતો.

સી ગ્રેડનું રૂ રૂ.૫૫,૭૦૦ થી ૫૬૦૦૦માં વેચાણ થયું હતું. કલ્યાણ રૂના ભાવ રૂ.૧૫૦ વધીને ભાવ રૂ.૩૭,૭૦૦ થી ૩૮,૦૦૦ હતાં. નોર્થમાં રૂનાં ભાવમાં ઘટ્યા ભાવથી રૂ.૩૫૦નો ઘટાડો થયો હતો.

રૂની બજારમાં શનિવારે પાંખી વેચવાલી વચ્ચે ભાવમાં મજબૂતાઈનો માહોલ, કપાસિયા ખોળમાં વાયદા પાછળ હાજરમાં પણ રૂ.૨૦નો સુધારો જોવાયો…

કપાસિયા ખોળના ભાવ

કપાસિયા અને ખોળની બજારમાં ભાવ મજબૂત રહ્યા હતા, ખરીદી ધીમી હતી, કારણકે ઊંચા ભાવથી કોઈને લેવામાં રસ નહોતાં, સામે ખોળમાં ઊંચા ભાવથી પશુપાલકોની ડિમાન્ડ ધીમી હતી. વળી સ્ટોકનાં માલમાંથી પણ થોડો સ્ટોક બજારમાં ઊંચા ભાવને કારણે આવી રહયો છે.

કડીમાં પાતળા ક્વોલિટીના કપાસિયા ખોળનાં ભાવ ૫૦ કિલોનાં રૂ.૧૪૨૦ થી ૧૪૫૦, પ્રીમિયમ કવોલિટીનાં રૂ.૧૫૭૦ થી ૧૭૦૦ હતા, સૌરાષ્ટ્રમાં મોરબી બાજુ રૂ.૧૪૩૦ થી ૧૪૭૦ અને પ્રીમિયમ કવોલિટીમાં ર.૧૬૦૦ થી ૧૬૮૦ હતા.

કપાસિયા સીડનો ભાવ ૨૦ કિલોનો કડીમાં રૂ.૬૩૦ થી ૬૬૦ અને રાજકોટમાં રૂ.૬૩૦ થી ૬૫૦ હતો. ગોંડલમાં રૂ.૬૩૦ થી ૬૬૫ હતાં.

ન્યુયોર્ક રૂ વાયદામાં બે દિવસના વધારા બાદ ફરી ઘટાડાનો દોર શરૂ, સર્ટિફાઇન્ડ સ્ટોક સતત ત્રીજા દિવસે વધતાં વેચવાલીનો દોર શરૂ થયો…

ન્યુયોર્ક રૂ વાયદમાં બે દિવસના વધારા બાદ ફરી ધટાડો જોવા મળ્યો હતો. સર્ટિફાઈડ સ્ટોક સતત વધી રહ્યો હોઇ ઊંચા મથાળે વેચવાલી વધી હતી.

સમગ્ર વિશ્વમાં હજૂ કપાસ અને રૂમાંથી બનતી પ્રોડક્ટની માંગ જોઈએ તેટલી વધી હતી કારણકે બ્રિટન, જાપાન, યુરોપીયન દેશો હજુ મંદીના માહોલમાંથી બહાર નીકળ્યા નથી.

બ્રિટનની તૈયાર કપડાંની આયાત માર્ચમાં ૨૩.૦૮ ટકા ધટી હતી, તેમજ જાન્યુઆરી થી માર્ચ દરમિયાન તૈયાર કપડાની આયાત ૨૦.૫૭ ટકા ઘટી હતી તે જ રીતે ટેક્સટાઇલ ફ્રેબ્રિકસની આયાત માર્ચમાં ૧૦.૫૯ ટકા અને જાન્યુઆરી થી માર્ય દરમિયાન પણ ૧૦ ટકા ઘટી હતી.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment