Onion price Today: દિવાળી પહેલા નવા કાંદાની આવકમાં વધારો આવતા ડુંગળીના ભાવમાં ઉછાળો

વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ Join Now
ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઓ Join Now

Onion price Today (ડુંગળીના ભાવ આજના): ડુંગળીની બજારમાં દિવાળી પહેલા ખેડૂતોની વેચવાલી વધી છે અને ગોંડલ-રાજકોટ યાર્ડમાં શતિવારે નવા-જૃનાની મળીને કુલ ૧૨-૧૨ હજાર કટ્ટાની આવક થઈ હતી. ખેડતો ડુંગળી જેવી નીકળે તેવી એવી ભાવ સારા હોવાથી બજારમાં વેચાણ કરવાના મૂડમાં છે.

ગુજરાતમાં ડુંગળીની બજાર

ડુંગળીની બજારમાં આગામી દિવસોમાં લેવાલી કેવી આવે છે તેનાં ઉપર બજારનો આધાર રહેલો છે. હાલ સારા માલ બહુ ઓછા આવી રહયાં હોવાથી બજારો મજબૂત છે અને રૂ.૭૦૦ થી ૯૦૦ સુધીના ભાવ બોલાય છે.

કેવી રહેશે ડુંગળીની બજાર

વેપારીઓ કહે છેકે ખેડૂતો અત્યારે કાચા માલ વધારે લાવે છે અને વરસાદથી જે ડંગળી ડેમેજ થઈ છે એ વધારે આવી રહી છે. આમ ડુંગળીની બજારમાં નબળા માલ વધારે હોવાથી સારા અને નબળા વચ્ચેનો ભાવ ફરક બહુ મોટો થઈ ગયો છે. ડુગળીની બજારમાં આગામી દિવસોમાં હવે વેચવાલી કેવી આવે છે તેના ઉપર જ આગળની બજારનો આધાર રહેલો છે.

ગોંડલમાં ડુંગળીની ૧૨,૦૦૦ કટ્ટાની આવક સામે ભાવ રૂ.૧૯૬ થી ૯૨૧ હતા.

રાજકોટમાં ડુંગળીની ૪૫૦૦ કટ્ટાની આવક સામે ભાવ રૂ.૧૮૦ થી ૮૫૦ હતા.

મહુવા યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ

મહુવામાં લાલ ડુંગળીની ૧૨૦૦૦ કટ્ટાની આવક સામે ભાવ જૂની ડુંગળીના રૂ.૧૬ર થી ૯૨૪ અને નવી ડુંગળીના ભાવ રૂ.૧૦૧ થી ૭૪૮ હતા. સફેદ ડુંગળીની ૧૧૦૦ થેલીની આવક સામે ભાવ રૂ.૧૫૦થી ૬૮૦ હતા.

Leave a Comment