મગફળીના ભાવમાં ઘટાડો: ગામડેથી પણ વેચાણમાં ઘટાડો

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Peanut crop APMC market price fall due to groundnut crop Sales from agriculture in Gujarat the village also declined

મગફળીમાં ઘટાડાની ચાલ યથાવત છે. મગફળીની આવકો ધારણાં કરતા સારી થઈ રહીછે અને સામે નાણાભીડ વધારે હોવાથી કોઈને લેવું નથી, જેને પગલે મગફળીનાં ભાવમાં રૂ.૫થી ૧૦ અને અમુક જાતમાં રૂ.૧૫ સુધીનો પણ ઘટાડો થયો હતો. સારી બિયારણ ક્વોલિટીનાં માલ ખાસ આવતા નથી, પરિણામે હવે ઊંચા ભાવ બહુ બોલાતાં નથી.

ભાવ બહુ ઘટશે તો ખેડૂતોની વેચવાલીમાં મોટો ઘટાડો થાય તેવી ધારણાં

ગોંડલનાં એક બ્રોકરે જણાવ્યું હતુંકે મગફળીમાં આવકો આવી રહેશે તો ભાવ હજી પણ રૂ.૧૦થી ૧૫ દબાય શકે છે. બજારમાં કોઈને લેવું નથી અને તેલ ખૂબ જ ઠંડું બોલાય રહ્યું છે. દાણામાં કોઈ મોટા વેપાર નથી. જેને પગલે બજારમાં હજી ઘટાડો સંભવિત છે.

ગોંડલમાં ર૮ હજાર ગુણીનાં વેપાર થયા હતા. મગફળીનાં ભાવ જી-૨૦માં રૂ.૬૦૦થી ૧૧૪૧, રોહીણીમાં રૂ.૮૫૦થી ૧૦૫૦, ૬૬ નંબરમાં રૂ.૮૫૦થી ૧૧૦૦નાં ભાવ હતાં. જી-૩૭માં રૂ.૮૫૦થી ૯૫૦નાં ભાવ હતાં.

રાજકોટમાં ૧૩ હજાર ગુણીનાં વેપાર હતા. નવા મગફળીનાં ભાવ ટીજે ૩૭માં રૂ.૮૪૦થી ૯૨૦, ર૪ નંબર રોહીણીમાં રૂ.૮૮૦થી ૯૮૦, ૩૯ નંબર બોલ્ડમાં રૂ.૮૫૦થી ૯૦૦, જી-ર૦માં રૂ.૬૬૦થી ૧૦૬૦, ૬૬ નંબરમાં સારો માલ આજે નહોંતો અને નબળામાં રૂ.૭૫૦થી ૯૫૦ અને ૯૯ નં.માં રૂ.૯૦૦થી ૯૫૦નાં ભાવ હતાં.


જામનગરમાં ૫૦૦૦ ગુણીનાં વેપાર હતાં. મગફળીનાં ભાવ જી-ર૦માં રૂ.૬૦૦ થી ૯૮૦, ૬૬ નંબરમાં રૂ.૬૦૦થી ૧૦૫૦ અને ૯ નંબરમાં સારાનાં રૂ.૧૦૦૦થી ૧૨૭૫નાં ભાવ હતા. રોહીણીમાં રૂ.૯૦૦થી ૧૦૩૧નાં ભાવ હતાં. 

મહુવામાં ૩૬૦૦ ગુણીની આવક હતી અને ભાવ મગડીમાં રૂ.૬૪૫ થી ૧૧૦૦ અને જી-૨૦માં રૂ.૮૨રથી ૧૦૪૮નાં ભાવ હતાં.

હળવદમાં ૧૩૦૦ ગુણીની આવક હતી અને નબળા માલમાં રૂ.૮૦૦થી ૮૫૦ અને સારા માલમાં રૂ.૬૯૦૦થી ૯રપનાં ભાવ હતાં.

હિંમતનગરમાં પ હજાર ગુણીની મગફળીની આવક અને ભાવ રૂ.૯૮૦થી ૧૩૦૫નાં હતાં. ડીસામાં પ હજાર ગુણીની આવક હતી અને ભાવ રૂ.૯૫૦થી ૧૧૭૧નાં હતાં.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment