મગફળીમાં વેચાણનાં અભાવે ઊચા ભાવ: સીંગદાણામાં ભાવ વધ્યા

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ગુજરાતમાં મગફળીની સરકારી ખરીદી હવે સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે, જેને પગલે હવે મગફળીની બજારમાં આગળ ઉપર તેજીને બ્રેક લાગી શકે છે. હાલ દાણામાં માંગ સારી છે અને મગફળીની વેચવાલી ખેડૂતો તરફથી એકદમ ઓછી છે.

મગફળીની વેચવાલી ઓછી હોવાથી મગફળીના ભાવ માં સરેરાશ મજબૂતાઈ હતી. અધુરૂમાં પુરુ આજે ગોંડલમાં પણ મજૂરોની યાર્ડ ચોકીદારો દ્વારા ચેકિંગ હાથ ધરાતા તેઓ હડતાળ ઉપર ઉતર્યા હતાં, જેને પગલે મોટા ભાગની જણસીની હરાજી અટકી હતી અથવા તો થઈ હોય તો તોલાઈ થઈ નહોંતી. પરિણામે મગફળીના વેપારો આજે ત્યાથી પણ એકદમ ઓછા હતાં. આવી સ્થિતિમાં બજારને હાલ ટેકો મળી રહ્યો છે.

ગોંડલમાં મગફળીની ૨૦ હજાર ગુણીની આવક હતી અને વેપાર ૮૫૦૦ ગુણીનાં થયા હતા. ગોંડલ મગફળીના ભાવ જી-૨૦માં રૂ.૧૦૨૦થી ૧૧૮૬, રોહીણીમાં રૂ.૯૫૦થી ૧૨૦૦, ૬૬ નંબરમાં રૂ.૯૦૦થી ૧૧૫૬નાં ભાવ હતાં. જી-૩૭માં રૂ.૧૦૦૦થી ૧૧ર૨પનાં ભાવ હતાં.

ગુજરાતમાં સરકારી ખરીદી બંધ થત્તા હવે વેચાણ શરૂ થવાની ધારણાએ બજારો ઘટી શકે…

રાજકોટમાં ૧૬ હજાર ગુણીની આવક હતી અને ૧૨ હજાર ગુણીનાં વેપાર થયા હતાં. હજી ૨૦ હજાર ગુણી પેન્ડિંગ પડી છે. રાજકોટ મગફળીના ભાવ ટીજે ૩૭માં રૂ.૬૫૦થી ૧૧૨૫, ૨૪ નં. રોહિણીમાં રૂ.૬૯૫૦થી ૧૧૬૦, ૩૯ નં.બોલ્ડમાં રૂ.૮૮૦થી ૧૦૩૦, જી-૨૦માં રૂ.૬૯૭૦ થી ૧૧૬૦, ૬૬ નંબરમાં રૂ.૯૦૦થી ૧૧૪૦ અને ૯૯ નં.માં રૂ.૧૦૨૦થી ૧૦૫૦નાં ભાવ હતાં. ૯ નંબરમાં રૂ.૧૦૫૦થી ૧૧૫૦નાં ભાવ હતાં.

જામનગરમાં ૩૦૦૦ ગુણીનાં વેપાર થયા હતાં. જામનગર મગફળીના ભાવ જી-૨૦માં રૂ.૯૫૦ થી ૧૧૫૦, ૬૬ નંબરમાં રૂ.૯૫૦થી ૧૧૪૦ અને રોહીણીમાં રૂ.૯૫૦થી ૧૧૨૦નાં ભાવ હતાં.

મહુવામાં ૫૫૦૦ ગુણીની આવક હતી અને મહુવા મગફળીના ભાવ માં રૂ.૬૬૩ થી ૧૧૭૯ અને જી-૨૦માં રૂ.૧૦૦૧ થી ૧૨ર૨૬નાં ભાવ હતાં. જી-પમાં રૂ.૯૪૧ થી ૧૧૨રનાં ભાવ હતાં.

હીંમતનગરમાં ૪૦૦૦ ગુણીની આવક હતી અને હીંમતનગર મગફળીના ભાવ રૂ.૧૨૦૦ થી ૧૫૩૫ સુધીનાં ભાવ બોલાયાં હતાં.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment