ડુંગળીમાં આવકો સતત વધતા, ડુંગળીના ભાવ થી ખેડૂતને નુકશાન

WhatsApp Group Join Now

Telegram Group Join Now

ડુંગળીમાં આવકો સતત વધી રહી હોવાથી ભાવમાં આજે વધુ રૂ.૫૦નો ઘટાડો થયો હતો. ગોંડલમાં આજે આવકો કરતાં દોઠ થી બે લાખ કટ્ટાની આવક થઈ હોવાનો અંદાજ છે.

ગોંડલમાં લાલ ડુંગળીમાં આજે ૩૮૬૦૦ કટ્ટાનાં વેપાર સાથે ગોંડલ ડુંગળીનાં ભાવ રૂ.૧૨૧ થી ૪૫૦ અને સફેદમાં ર૩ હજાર ક્ટ્ટાના વેપાર સાથે ભાવ રૂ.૧૧૧ થી ૧૯૧નાં જોવા મળ્યા હતાં.

મહુવામાં લાલ ડુંગળીમાં ૬૦ હજાર થેલાનાં વેપાર સાથે મહુવા ડુંગળીનાં ભાવ રૂ.૧૪રથી ૫૫૮ અને સફેદમાં ૯૦ હજાર થેલાનાં વેપાર સાથે ભાવ રૂ.૧૬૦ થી ૩૦૩નાં હતાં. લાલની તુલનાએ સફેદ ડુંગળીનાં ભાવ ઝડપથી ઘટી રહ્યાં છે.

આગામી દિવસોમાં મહુવામાં સફેદની આવકો વધશે એટલે ડુંગળીનાં ભાવ માં હજી પણ મણે રૂ.૫૦નો ઘટાડો થાય તેવી સંભાવનાં દેખાય રહી છે. આગામી દિવસોમાં ડુંગળીની બજારમાં મદો ચાલુ જ રહેશે અને જ્યાં સુધી સરકાર સિકાસ ઉપર કોઈ રાહતો ન આપે ત્યાં સુધી તેજીનાં ચાન્સ નથી.

WhatsApp Group Join Now

Telegram Group Join Now

Leave a Comment