મગફળીના ભાવમાં વધઘટ વચ્ચે સારી કવોલીટોના ભાવ વધવાથી ખેડૂતોને ફાયદો

WhatsApp Group Join Now
Telegram Group Join Now

મગફળીમાં બે તરફી વધઘટ જોવામળી રહી છે અને ક્વોલિટી મુજબ ભાવમાં રૂ.૧૦ થી ૧૫નો સુધારો અમુક સેન્ટરમાં હતો. ખાસ કરીને પિલાણ ક્વોલિટીમાં જ્યાં સારી ક્વોલિટી છે ત્યાં બજારો વધ્યાં હતાં. સરેરાશ બજારમાં હાલ મજબૂતાઈનો દોર જોવા મળી શકે છે.

ઉનાળુ મગફળી વાવેતર સૌરાષ્ટ્રમાં મોટાભાગનાં વિસ્તારમાં હવે પૂરા થવા આવ્યાં છે. આગામી દિવસોમાં સરકારી આંકડાઓ આવ્યાં બાદ વાવેતરનો ચીતાર જોવા મળશે, પંરતુ વેપારીઓનાં મતે વાવેતર ગત વર્ષની તુલનાએ બમણાં થયા છે. હજી પંદરેક દિવસ વાવેતર ચાલુ રહેશે અને ઉત્તર ગુજરાતમાં હજી શિયાળુ પાકો કાઢવાનાં બાકી હોવાથી ત્યાં માર્ચ અંત સુધી વાવેતર ચાલુ રહેવાનો અંદાજ છે.

ગોંડલમાં મગફળીનાં વેપાર ૧૨ હજાર ગુણીનાં થયા હતા. ગોંડલ મગફળીના ભાવ જી-ર૦માં રૂ.૧૧૫૦થી ૧૨૫૦, ૬૬ નંબરમાં રૂ.૬૦૦થી ૧૧૫૦નાં ભાવ હતાં. જી-૩૭માં રૂ.૧૦૦૦થી ૧૧૫૦નાં ભાવ હતાં.

રાજકોટમાં ૧૨ હજાર ગુણીનાં વેપાર થયા હતાં. રાજકોટ મગફળીના ભાવ ટીજે ૩૭માં રૂ.૧૦૦૦થી ૧૧૭૦, ર૪ નં. રેનો રોહિણી મગફળીના ભાવ માં રૂ.૧૦૦૦થી ૧૨૨૦નાં ભાવ હતાં, ૩૯ નં.બોલ્ડમાં રૂ.૬૦૦થી ૧૧૦૦, જી-ર૦માં રૂ.૧૧૦૦ થી ૧૨૫૦, ૬૬ નંબરમાં રૂ.૯૦૦થી ૧૧૫૦ અને ૯૯ નં.માં રૂ.૧૧૦૦થી ૧૧૫૦નાં ભાવ હતાં. ૯ નંબરમાં રૂ.૧૨૦૦થી ૧૨૫૦૦નાં ભાવ હતાં.

જામનગરમાં ૨૫૦૦થી ૩૦૦૦ ગુણીનાં વેપાર થયા હતાં. જામનગર મગફળીના ભાવ જી-ર૨૦માં રૂ.૧૦૭૫ થી ૧૨૦૦, જી-૩૭નાં ભાવ રૂ.૯૦૦થી ૧૦૫૦, ૬૬ નંબરમાં રૂ.૯૫૦થી ૧૧૨૦ અને રોહીણીમાં રૂ.૯૫૦થી ૧૧૦૦નાં ભાવ હતાં.

મહુવામાં ૧૬૨૦ ગુણીની આવક હતી અને મહુવા મગફળીના ભાવ મગડીમાં રૂ.૬૫૨ થી ૧૧૮૫ અને જી-૨૦માં રૂ.૧૦૧૧ થી ૧૨૭૫નાં ભાવ હતાં.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment