ઘઉંમાં હળવી વધઘટથી ભાવ સ્થિર, નિકાસકારોની ખરીદી ઉપર ઘઉંના ભાવનો આધાર

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ઘઉં બજારમાં ભાવ ટૂંકો વધઘટે અથડાય રહ્યાં છે. ઘઉંની બજારમાં હાલનાં તબક્કે સરેરાશ બજારો ગઈકાલે મામૂલી વધ્યાં બાદ આજે ભાવ ટકેલા રહ્યાં હતાં. ઘઉંનાં વેપારીઓ કહે છેકે ઘઉંની આવકો હવે વધતી જશે અને દરેક સેન્ટરમાં આવકો વધશે ત્યાર બાદ જ નિકાસકારોની લેવાલી વધે તેવી ધારણાં છે. નિકાસકારોને ઘઉનાં ભાવ થોડા હજી ઘટે અને એક સાથે વધુ જથ્થામાં નવો માલ મળે તો જ વેપારો કરવો છે અને હજી પૂરતો માલ દરેક સેન્ટરમાં આવતો નથી.

ઘઉંનાં વેપારીઓ કહે છે કે હાલ ઘઉંનાં ભાવ માં બહુ ઘટાડો થાય તેવીધારણાં નથી, પંરતુ મિલબર ક્વોલિટીનો માલ નબળો આવશે તો તેમાં દશેક રૂપિયાનો ઘટાડો થઈ શકે છે, એ સિવાય સરેરાશ બજારો અથડાયા કરે તેવી ધારણાં છે.

ઘઉંની કેશોદમાં આજે ૧૧૦૦૦ ગુણીની આવક હતી અને કેશોદ ઘઉંના ભાવ રૂ.૩૪રથી ૩૭૫નાં હતાં. રાજકોટમાં નવા ઘઉની ૬૦૦૦ બોરીની આવક હતી અને રાજકોટ ઘઉંના ભાવ મિલબર ક્વોલિટીમાં રૂ.૩૫૦થી ૩૫૨, સારામાં રૂ.૩પપથી ૩૬૫ અને સુપર ક્વોલિટીમાં રૂ.૩૭૫થી ૪૬૦ સુધીનાં ભાવ હતાં. જૂના ઘઉંની ૨૦૦ બોરીની આવક હતી.

હિમતનગરમાં ૪૯૬ નંબરની એક ક્વોલિટીમાં ઊંચામા રૂ.૫૨૧નાં ભાવ બોલાયાં…

ગોંડલમાં આજે ૮ હજાર ગુણીનાં વેપાર હતા અને ગોંડલ ઘઉંના ભાવ મિલબરમાં રૂ.૩૪૪ થી ૩૪૮, લોકવન ઘઉંના ભાવ રૂ.૩૫૦ થી ૩૯૦ અને ટૂકડામાં રૂ.૪૦૦ થી ૪૭૦નાં ભાવ હતાં.

હિંમતનગરમાં નવા ઘઉંની ૧૦૦૦ ગુણીની આવક હતી અને હિંમતનગર ઘઉંના ભાવ મિલબરનાં રૂ.૩૪૫ થી ૩૫૫, મિડીયમમાં રૂ.૩૭૦ થી ૪૧૧ અને સારી ક્વોલિટીમાં રૂ.૪૪૦ થી ૫૨૧ ભાવ હતાં.

મોડાસામાં ૨૦૦૦ ગુણીની આવક હતી અને ભાવ રૂ.૩૪૦થી ૪૦પનાં મોડાસા ઘઉંના ભાવ હતાં. ઈડરમાં ૮૦૦ થી ૯૦૦ બોરી હતી અને ભાવ રૂ.૩૫૦ થી ૪૧૧નાં હતાં.

તલોદમાં નવા ઘઉંની ૫૦૦ બોરીની આવક હતી અને તલોદ ઘઉંના ભાવ રૂ.૩પ૦ થી ૪૦૫નાં ભાવ હતાં.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment