વરસાદના કારણે ચોમાસું ડુંગળી ના ભાવ માં બે દિવસમાં આવ્યો ઉછાળો

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ડુંગળીની બજારમાં બે દિવસમાં મણે રૂ.૫૦નો ઉછાળો આવ્યો છે. મહારાષ્ટ્રમાં ભારે વરસાદ અને બીજા ડુંગળીનાં ઉત્પાદક વિસ્તારમાં પૂરતો વરસાદ ન આવ્યો હોવાથી સરેરાશ ચોમાસું ડુંગળીનો પાક આ વર્ષે ઓછો થાય તેવી સંભાવનાએ સરેરાશ ડુંગળીની બજારમાં ભાવમાં સુધારો આવ્યો હતો. બે દિવસમાં મણે રૂ.૫૦ જેવા વધીને ભાવ રૂ.૪૫૦ની ઉપર પહોંચી ગયાં હતાં. નાશીકમાં પણ બજારો પ્રમાણમાં સારી હોવાથી બજારને ટેકો મળી રહ્યો છે.

મહુવા લાલ ડુંગળી ના ભાવ :

મહુવામાં લાલ ડુંગળીની ૪૫૦૦ થેલાની આવક સામે ભાવ રૂ.૧૩૧થી ૪પ૪નાં હતાં. જ્યારે સફેદ ડુંગળીમાં ૪૧૦૦ ડુંગળીની આવક સામે ભાવ રૂ.૧૫૦થી ૨૮૬નાં ભાવ હતાં.


ગોંડલ ડુંગળી ના ભાવ :

ગોંડલમાં લાલ ડુંગળીની ૫૮૦૦ થેલાની આવક સામે ભાવ રૂ.૧૩૧થી ૩૬૬ અને સફેદમાં ૯૦૦ કટ્ટાની આવક સામે ભાવ રૂ.૧૦૦થી ૨૧૧નાં ભાવ હતાં.

રાજકોટ ડુંગળી ના ભાવ :

રાજકોટમાં ડુંગળીની ત્રણ હજાર ક્વિન્ટલની આવક સામે ભાવ રૂ.૧૦૦થી ૩૮૦નાં ભાવ હતાં. ડુંગળીની બજારમાં આગામી દિવસોમાં સરેરાશ લેવાલી કેવી રહે છે તેનાં ઉપર બજારનો આધાર રહેલો છે.


ચોમાસું ડુંગળીનો પાક ધારણાં કરતાં ઓછો થાય તેવી સંભાવનાએ ડુંગળીના ભાવમાં સુધારો…

નાશીક ડુંગળી નાં ભાવ :

નાશીકમાં પણ ડુંગળીનાં ભાવ ક્વિન્ટલનાં રૂ.૮૦૦થી ૨૦૦૦ની વચ્ચે ક્વોટ થઈ રહ્યાં છે. આગામી દિવસોમાં ત્યાં જો ભાવ વધુ વધશે તો લોકલ બજારમાં પણ તેજીની ધારણાં છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment