રૂની આવકમાં સતત ઘટાડાથી સતત ત્રીજે દિવસે કપાસના ભાવમાં આવ્યો વધારો

WhatsApp Group Join Now
Telegram Group Join Now

દેશમાં રૂની આવક બુધવારે થોડી વધીને ૮૫ થી ૮૬ હજાર ગાંસડી એટલે કે ૨૧ થી રર લાખ મણ કપાસની આવક નોંધાઇ હતી. કપાસના ભાવ ચાલુ સપ્તાહમાં સતત વધી રહ્યા હોઇ ઊંચા મથાળે હાલ ખેડૂતોની વેચવાલી થોડી થોડી વધી રહી છે જો કે ઉત્તર ગુજરાતના સેન્ટરોમાં કપાસના ભાવ મણના રૂ।.૧૧૪૦ થી ૧૨૬૦ ટકેલા હતા.

ગુજરાત અને મહારાષ્ટ્રમાં હજુ આવક જળવાયેલી હતી. દક્ષિણ ભારતના રાજ્યોમાં તેલંગાના, આંધ્ર અને કર્ણાટકમાં આવક યથાવત હતી. બુધવારે દેશાવરની બજારમાં કપાસના ભાવ ટકેલા હતા. ગુજરાતમાં કપાસની આવક માર્કેટયાડોમાં દોઢ લાખ મણની અને દેશાવરની આવક પણ સતત ત્રીજે દિવસે ઘટી હતી.

કડીના અગ્રણી બ્રોકરે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રની આવક સતત ઘટી રહી હોઇ કડીમાં બધુ મળીને ૩૦૦ ગાડી કરતાં પણ ઓછી આવક આવી રહી છે. કડીમાં મહારાષ્ટ્રના કપાસની ૧૦૦ ગાડીની એ કાઠિયાવાડના કપાસની આવક કડીમાં ૧૫૦ ગાડીની હતી. કડીમાં મહારાષ્ટ્ર કપાસના ભાવ રૂ.૧૧૬૦ થી ૧૨૨૫ , અને સૌરાષ્ટ્રના કપાસના રૂ.૧૧૨૦ થી ૧૨૦૦ ભાવ બોલાતા હતા. બુધવારે કડીમાં કપાસના ભાવ ટકેલા હતા.

સૌરાષ્ટ્રના માર્કટયાર્ડોમાં સોમવારે આવક ઘટીને ૭૫ હજાર મણની હતી અને સૌરાષ્ટ્ર કપાસના ભાવ નીચામાં રૂ.૧૦૫૦ થી ૧૧૦૦ અને ઊંચામાં રૂ।.૧૨૭૦ થી ૧૩૧૫ બોલાયા હતા. સૌરાષ્ટ્રમાં સારી કવોલીટીના કપાસના ભાવ મણે રૂ.૧૦ સુધર્યા હતા પણ નબળા અને મધ્યમ કવોલીટીના કપાસના ભાવ રૂ.૫ હતા.

જીનપહોંચ કપાસમાં બેસ્ટ સુપર કવોલીટી એટલે કે ૩૫ ઉપરના ઉતારાવાળા રૂના ભાવ રૂ।.૧૨૮૦ થી ૧૨૯૦ બોલાતા હતા. એવરેજ સુપર કવોલીટીના રૂ.૧૨૪૫ થી ૧૨૫૦, મિડિયમ કવોલીટીના રૂ।.૧૨૧૦ થી ૧૨૨૦ અને એકદમ એવરેજ કવોલીટીના રૂ.૧૧૭૫ થી ૧૧૯૦ ભાવ બોલાયા હતા.

સૌરાષ્ટ્રના અગ્રણી બ્રોકરે જણાવ્યું હતું કે ગામડે બેઠા બુધવારે કપાસના ભાવ મણે રૂ।.૧૦ સુધર્યા હતા. ગામડે બેઠા સુપર બેસ્ટ કપાસ ખેડૂતોને રૂ.૧૨૬૦ થી ૧૨૬૫ની નીચે વેચવો નથી.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment