એંરડાના ભાવ માં હજી ધીમી ગતિએ ભાવ વધતાં રહેશે, ક્યારે વેચવા એરંડા ?

WhatsApp Group Join Now

Telegram Group Join Now

એરંડામાં છેલ્લા એક મહિનામાં ભાવ ૧૦૦૦ રૂપિયાથી વધીને ૧૧૦૦ રૂપિયા થયા છે. એરંડાની સીઝન ચાલુ થઈ ત્યારે એરંડાના ભાવ ૮૦૦ રૂપિયા હતા તેમાં ૩૦૦ રૂપિયા વધી ગયા છે.

એંરડાના તેલ ની બજાર :

એરંડિયા તેલની નિકાસ જાન્યુઆરી થી જુનમાં જંગીમાત્રામાં થઇ હોઇ હવે જુલાઇ અને ઓગસ્ટમાં થોડી નિકાસ ઘટશે આથી અહીં એરંડાનું પિલાણ કરતી મિલો અને નિકાસકારોની ખરીદી ધીમી રહેશે આથી એરંડાનો ભાવ વધારો થોડો ધીમો પડશે વળી વરસાદ પડી ગયો હોઇ બહુ જુના એરંડા ધરાવતાં ખેડૂતોની વેચવાલી પણ વધી રહી હોઇ આગામી બે અઠવાડિયા એરંડાની આવકો પણ થોડી વધશે.


એરંડા નું વાવેતર :

એરંડાના ઊંચા ભાવ છે તેની સામે જ્યાં સાવ ઠામુકું વાવેતર નથી થયું ત્યાં હવે મગફળી કે કપાસનું વાવેતર સમય પૂરો થયો હોઈ એરંડાની વાવણી કરવા સિવાય કોઇ વિકલ્પ નથી આથી એરંડાનું વાવેતર ગયા વર્ષ કરતાં થોડું વધશે પણ બજારમાં એરંડાનું વાવેતર મોટાપાયે વધશે તેવી વાતોને પગલે ખેડૂતોની ગભરાટ ભરી વેચવાલી પણ એકાદ અઠવાડિયું જોવા મળશે.

એરંડા નો આજનો ભાવ :

આમ તમામ વાતોને પગલે એરંડાના ભાવ બહુ જ ધીમી ગતિએ વધશે એટલે કે મણે ૧૦ થી ૧૫ રૂપિયા વધી ગયા બાદ કદાચ મણે પ થી ૧૦ રૂપિયા ઘટી પણ જાય. આમ, એરંડાની બજાર ઘણી જ સારી રહેશે. જે ખેડૂતો એરંડા વેચવાને બદલે સાચવશે તે ખેડૂતને લાંબા ગાળે એરંડાના ૧૨૦૦ થી ૧૩૦૦ રૂપિયા મળવાના ઊજળા ચાન્સ છે.

WhatsApp Group Join Now

Telegram Group Join Now

Leave a Comment