ચણાના ભાવમાં આવશે હવે ઘટાડો, લાંબો સમય ચણા રાખવા કે નહિ?

વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ Join Now
ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઓ Join Now

ગુજરાતમાં ચણાની આવક હવે ધીમે ધીમે વધવા લાગી છે. ચણાના ભાવ હાલ ખેડૂતોને મણના રૂ।.૮૩૦ થી ૮૫૦ મળી રહ્યા છે. સરકારનો ટેકાનો ભાવ મણનો રૂ.૧૦૨૦ નક્કી કરાયો છે.

સરકારે માર્ચ મહિનાના પ્રથમ સપ્તાહથી ચણાના ટેકાના ભાવ ચણા ખરીદવાની જાહેરાત કરી છે, પણ સરકાર એક ખેડૂત પાસેથી કેટલાં ચણા ખરીદશે ? અને સરકાર ચણાનો કેટલો જથ્થો ખરીદશે ? તેની પણ જાહેરાત સરકારે કરી નથી.

ખેડૂતોએ સરકારની ચણાની ખરીદી પર બહુ ભરોસો રાખવા જેવો નથી. આમેય સરકારી ખરીદીમાં ‘મામા-માસીના’ અને રાજકીય વર્ગ ધરાવનારાઓનો જ વારો આવે છે.

અત્યારે ચણાના ભાવ પ્રમાણમાં ઉચા છે કારણ કે મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં હજુ નવા ચણાની આવક શરૂ થઇ નથી આથી ગુજરાતમાંથી ચણા મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યોમાં જઇ રહ્યા છે. ચાલુ સપ્તાહથી મહારાષ્ટ્રમાં નવા ચણાની આવક શરૂ થશે ત્યારે ગુજરાતના ચણાની માગમાં ઘટાડો આવશે.

અત્યારે મોટી મોટી કંપનીઓને પણ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનથી ચણા મળતાં નથી આથી તેઓ ગુજરાતમાં ચણા ખરીદી કરી રહ્યા છે પણ ચાલુ સપ્તાહથી કંપનીઓની ખરીદી પણ હવે ધીમે ધીમે ઘટશે આથી ચણાના ભાવમાં એકાદ સપ્તાહમાં મણે ઓછામાં રૂ।.૩૦ થી ૪૦નો ઘટાડો થાય તેવી શક્યતા છે.

મહારાષ્ટ્ર રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ચાલુ વર્ષે ચણા માટે માફકસર વાતાવરણ રહ્યું નથી આથી આ રાજ્યોમાં ચણાના ઉતારામાં મોટું ગાબડું પડ્યું છે. આથી ચણાના ભાવ મે મહિના પછી સારા મળવાના છે પણ માર્ચ મહિનામાં ચણાની આવક તમામ રાજ્યોમાં શરૂ થતાં ચણાના ભાવ ઘટશે.

જે ખેડૂતોને લાંબા સમયથી સુધી ચણા સાચવી રાખવા હોઇ તેઓ જ સાચવી રાખે ઉપરાંત સરકારની ખરીદી ટાણે જે ખેડૂતોને ઓળખાણ હોય અથવા તો સરકારમાં વેચી શકે તેવી તાકાત ધરાવતાં હોય તે ખેડૂતો જ ચણા સાચવી રાખે, જે ખેડૂતોને ચણા સાચવી રાખવા ન હોઇ તેઓ હવે વેચવાના ચાલુ કરી દે કારણ કે કદાચ ચાર થી પાંચ દિવસ ચણાના ભાવ ઊંચા રહે પણ ત્યારબાદ ચણાના ભાવ ઘટવા માંડશે.

Leave a Comment