Onion price today in Gujarat ડુંગળીના ભાવ આજના: કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ ઉપરના નિયંત્રણ હળવા કર્યા હોવાથી નિકાસ વેપાર વધવાની સંભાવનાએ ખુલ્લા બજારમાં ભાવ રૂ.૧૦૦ થી ૨૦૦ વધી ગયા છે, પરંતુ બીજી તરફ ડુંગળીની આવકો પણ વધવા લાગી હોવાથી તેજીની ગાડી ધીમી પડી ગઈ છે. ગુજરાતમાં ડુંગળીના ભાવ હજી મણ રૂ.૧૦૦૦ની સપારી પર ટચ થયા નથી.
ડુંગળીના વેપારીઓ કહે છે કે મહારાષ્ટ્રમાં ચૂંટણી આવતી હોવાથી સરકાર આ પગલા લઈ. ડુંગળીને કારણે જ સીટો ગુમાવી પડી હોવાથી કેન્દ્ર સરકાર આ વખતે ખેડૂતોને નારાજ કરવાના મૂડમાં નથી, જેને કારણે નિકાસ ડ્યૂટી ઘટાડી દીધી છે.
ડુંગળીની આવકો હાલ ન આવે અને સાઉથની નવી ડુંગળીની આવકો વધશે નહીં તો ભાવ હજી પણ થોડા વધી શકે છે. ડુંગળીમાં હવે તેજીનો તબક્કો એકાદ મહિનો માંડ ચાલે તેવુ લાગે છે. નવરાત્રી પછી જો નવી આવકો ધીમી ગતિએ વધવા લાગશે.
ડુંગળીમાં ઊંચી સપાટીએ અથડાતા ભાવ, રૂ.૧૦૦૦ના ભાવની રાહ, ડુંગળીની આવકો ઉંચા ભાવથી વધી રહી હોવાથી તેજીની ગાડી ધીમી પડી…
રાજકોટમાં ડુંગળીની કુલ ૪૦૦૦ કટ્ટાની આવક હતી અને ભાવ રૂ.૩૫૦ થી ૯૭૦ હતા. સારી ડુંગળી રૂ.૮૦૦ની ઉપર વેચાણ થઈ હતી.
મહુવામાં લાલ ડુંગળીની ૬૫૦૦ કટ્ટાની આવક સામે ભાવ રૂ.૨૦૧ થી ૮૫૧ના હતા, મહુવામાં લાલ ડુંગળીની ર૧૦૦ થેલીની આવક સામે ભાવ રૂ.૧૨પ થી ૯૩૩ અને સફેદની ૧૯૫ થેલીની આવક સામે ભાવ રૂ.૧૫૦ થી રૂ.૮૯૩ હતા.
નાસિકમાં લાસણગાંવ મંડીમાં કુલ ૨૩૦૦ ક્વિન્ટલની આવક હતી. ઉન્હાલ કાંદા માર્કેટમાં રૂ.૨૧૦૦ થી ૪૮૦૦ અને એવરેજ ભાવ રૂ.૪૫૦૦ હતા. ખાધ કાંદાનો ભાવ રૂ.૨૦૦૦ થી ૩૩૦૦ હતો.