Chickpea price Today (ગુજરાત ચણાનો ભાવ આજનો) : ચણાની બજારમાં તેજીનો દોર ધીમી ગતિએ આગળ વધી રહ્યો છે. શનિવારે પણ દિલ્ડી ચણા અને અન્ય મથકોએ રૂ.૨૫ જેવો સુધારો થયો હતો.
આગામી દવસોમાં ચણામાં આયાતી માલનું પ્રેશર અને બિયારણની માંગ કેવી રહે છે તેનાં ઉપર ચણાની બજારનો આધાર રહેલો છે.
મુખ્ય મુદ્દાઓ
રાજકોટ માર્કેટમાં ચણાની આવક અને ભાવ
રાજકોટમાં ચણાની ૮૦૦ કટ્ટાની આવક હતી અને ભાવ ગુજરાત-૩માં રૂ.૧૩૯૦ થી ૧૪૩૦, સુપર-૩માં રૂ.૧૪૩૦ થી ૧૪૫૫, કાટાવાડામાં રૂ.૧૪૫૦ થી ૧૬૦૦ અને મૌસરમીમાં રૂ.૧૬૦૦ થી ૧૭૫૦ હતા. કાબુલી ચણામાં ૩૦૦ ક્ટ્ટાનોં આવક સામ ભાવ બિટકીમાં રૂ.૨૪૦૦ થી ૧૫૫૦, વીટુ રૂ.૧૮પ૦ થી ૨૦૧૦, સારા રૂ.૨૦૦૦ થી ૨૭૫૦ અને સુપર માલ રૂ.૨૭૫૦ થી ૩૧૦૦ હતા.
કોલ્ડ સ્ટોરેજના ચણાનો ભાવ
રાજકોટમાં કોલ્ડ સ્ટોરેજના ચણાનો ભાવ રૂ.૭૩૫૦ થી ૭૪૦૦ અને વેરહાઉસનો ભાવ રૂ.૩૦૦૦ થી ૭૩૦૦ના હતા.
દિલ્હીમાં ચણાનો ભાવ
નવી દિલ્હીમાં રાજસ્થાન લાઈનનાં ચણાનો ભાવ રૂ.૮૦૨૫ અને એમ.પી. લાઈનનો ભાવ રૂ.૭૯૨૫ હતો. ભાવમાં રૂ.૨૫નો સુધારો જોવા મળ્યો હતો.
ચણાના ભાવમાં ઘીમી ગતિએ તેજી યથાવત, ભાવ રૂ.૮૦૦૦ની ઉપર, ચણામાં તહેવારોની માંગ ચાલુ રહેશે તો ભાવમાં હજી સુધારાની સંભાવનાં…
તાન્કાનિયા દેશી જૂના અને નવા ચણાનાં બજાર ભાવ
તાન્કાનિયાનાં આયાતી દેશી જૂના ચણાનાં ભાવ રૂ.૭૨૦૦, નવા ચણાના રૂ.૭૩૦૦, ઓસ્ટ્રેલિયાનાં રૂ.૬૫૦૦ અને સુદાનના કાબુલી ચણાનો ભાવ નવા ચણાના રૂ.૭૮૫૦ હતા.
વૈશ્વિક સ્તરે ચણાના આયાતી ભાવ
આયાતી ચણામાં ભાવ રૂ.૫૦થી ૧૦૦ વધ્યાં હતાં. હાજર બજારમાં આકોલાના ભાવ દેશી ચણામાં રૂ.૭૯૦૦-૭૯૨૫, લાતુરમાં મિલ ક્વોલિટી રુ.૭૬૫૦ થી ૭૭૫૦, રાયપુર દેશીમાં રૂ.૭૭૫૦ થી ૭૮૦૦ અને મહારાષ્ટ્ર લાઈનનો ભાવ રુ.૭૯૦૦-૭૯૫૦ હતા.
ઈન્દોરમાં કાબુલી ચણાની બજારની હાલાકી
ઈન્દોરમાં કાટેવાલાના. રૂ.૭૮૦૦ ભાવ હતાં. ઈન્દોર કાબુલી ચણાનો ભાવ ૪૨-૪૪ કાઉન્ટમાં રૂ.૧૬,૧૦૦ હતો. ૫૮-૬૦ કાઉન્ટનો ભાવ રૂ.૧ ૨,૭૦૦ ક્વોટ થતો હતો. ભાવ રૂ-૧૦૦ વધ્યાં હતા.
- Gujarat weather update today: નવરાત્રીમાં ખેલૈયાઓ મોજ કરો આ તારીખથી ગુજરાતમાં ચોમાસુ વરસાદની શક્યતા નથી
- PM RKVY Yojana: નવરાત્રીના પહેલા જ દિવસે મોદી સરકારે ખેડૂતો માટે તિજોરી ખોલી
- PM KISAN 18th Installment: પીએમ કિસાન નિધિ હેઠળ ૧૮મો હપ્તો જમા થશે, ૯.૫ કરોડ ખેડૂતો માટે આપી દિવાળી ભેટ
- Gujarat weather update: અશોક પટેલની આગાહી આ વિસ્તારમાં ૭મી તારીખ સુધી ચોમાસુ વરસાદનો વિરામ
- Cotton price today gujarat: ગુજરાતમા સતત વરસાદથી કપાસના પાકમાં નુકસાનીથી કપાસ ભાવમાં ઘટાડાને બ્રેક લાગી