vegetable price today: રાજકોટ શાકભાજીના ભાવ મેથી – કોથમીરનો ભાવ એક કિલોના ૪૦૦ ને પાર : લીંબુના ભાવ પણ યાર્ડમાં રૂપિયા ૧૫૦૦ થી ર૬૦૦ પહોંચ્યા : આદુ, લીલા મરચા વગેરેના ભાવ પણ પ્રતિ મણ રૂપિયા ૧૦૦૦ કે તેનાથી વધુ થયા.
મોંઘવારીથી ત્રસ્ત જનતાની મુશ્કેલી સતત વધી રહી છે. જીવન જરૂરી વસ્તુઓના ભાવ આસમાને પહોચતા ઘર ચલાવવુ મુશ્કેલ બની રહ્યુ છે. ગુહિણીઓનુ બજેટ ખોરવાઈ રહ્યુ છે. હવે અમદાવાદમા શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે.
રસોડામાં સ્વાદ વધારતી દરેક વસ્તુઓ મોંઘી થઈ ગઈ છે. રાજ્યમાં પડેલા ભારે વરસાદ બાદ શાકભાજીના ભાવમાં સસ્તો વધારો થઈ રહ્યો છે. શાકભાજીના ભાવ વધતા લોકો શાકવગર ખાવા માટે મજબૂર બન્યાં છે. ગરીબો અને સામાન્ય લોકોની સ્થિતિ તો વધુ ખરાબ થઈ ગઈ છે.
રાજ્યમાં ઓગસ્ટના અંતમાં પડેલા ભારે વરસાદ બાદ શાકભાજીના ભાવ સતત વધી રહ્યાં છે. જીવનજરૂરી વસ્તુના ભાવ વધવાને ક્રારણે લોકોના બજેટ પર પણ અસર પડી છે. અમદાવાદની વાત કરવામાં આવે તો લીલા મરચાનો ભાવ ૧૦૦ થી ૧૨૦ રૂપિયા કિલો પહોંચી ગયો છે. લસણ તો ૪૦૦ રૂપિયા કિલો મળી રહ્યું છે. આદુનો ભાવ ૨૦૦ રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે. આ સિવાય ગુવાર ૮૦-૧૦૦ રૂપિયા, કંડોળા ૧૪૦-૧૬૦ રૂપિયા, ફણસી ૧૪૦-૧૬૦ રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળી રહી છે.
ધાણાનો ભાવ ૨૪૦થી ૨૬૦ રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે. ચોળી અને ટિંડોળાનો ભાવ ૧૦૦ જુપિયા ઉપર પહોંચી ગયો છે . ફ્લાવરે પણ સદો ફટકારી દીધી છે . ગરીબોની કસ્તુરી કહેવાતી ડુંગળીનો ભાવ ૬૦ રૂપિયા થઈ ગયો છે. આ સિવાય ભીંડો, ટામેટા, બટાટા સહિત અનેક વસ્તુઓના ભાવમાં ખુબ વધારો થયો છે.
શાકભાજીના વધતા ભાવે વિખેર્યું ગૃહિણીઓનું બજેટ : રસોડામાં સ્વાદ વધારતી દરેક વસ્તુઓ મોંઘી…
શાકભાજીના ભાવ આસમાને પહોંચી જતા રાહિણીઓનું બજેટ વેરવિખેર થતા રસોડામાં શાકભાજીના બદલે કઠોળ બનતા થયા. ર૦ રૂપિયે કિલો મળતી કાકડીના ભાવ ૬૦ થતાં ગુહિણીના લિસ્ટમાંથી ગાયબ. ૩૦ રૂપિયે કિલો મળતા કાંદાના ભાવ ડબલ, પખવાડિયા બાદ હજુ શાકભાજીના ભાવ વધવાની સંભાવના.
મુખ્ય મુદ્દાઓ
અમદાવાદમાં શાકભાજીના ભાવ
આજના લસણ- ૪૦૦ રૂપિયા કિલો, લીલા મરચા- ૧૦૦થી ૧૨૦ રૂપિયા કિલો, આદુ- ૨૦૦ રેપિયા કિલો, ધાણા- ૨૪૦થી ૨૬૦ રુપિયા કિલો, ગુવાર- ૮૦થી ૧૦૦ રૂપિયા કિલો, કટોળા- ૧૪૦થી ૧૬૦ રેપિયા કિલો, ફ્લાવર ૧૨૦થી ૧૪૦ રૂપિયા કિલો, ડુંગળી ૬૦ રૂપિયા કિલો.
- હાલના વરસાદથી ઉંઝા માર્કેટયાર્ડની કોમોડિટીમાં ઉછાળો આવવાની શક્યતા ઓછી
- હાલ મરચાની બજારનો આધાર ચીનની ખરીદદારી પર, કેવા રહેશે મરચાના ભાવ ?
- હાલ પરપ્રાંત કપાસની આવકથી કપાસના ભાવમાં ઘટાડો, ક્યારે વેચવો કપાસ ?
- હાલ ધાણા વાવેતરમાં ઘટાડો નોંધાતા ધાણા વાયદા બજાર ભાવમાં તેજી
શાકભાજી સાથે ફી મળતી કોથમીરના ૩૦૦ રૂપિયા
શાકભાજી વેચનારાઓ રોજિંદા ગ્રાહકોને શાકભાજી સાથે કોથમિર ફિ આપી દેતા હોય છે. પરંતુ હાલમાં શાકભાજી સાથે કોથમીર ક્રિમાં આપવું પરવડે તેમ નથી. કોથમીર હાલમાં ૩૦૦ રૂપિયે કિલો મળી રહ્યું છે. ગ્રાહકો શાકભાજી સાથે કોથમિર ફીમાં માંગતા હોવાથી કેટલાક ફેરિયાઓએ કોથમીર વેચવાનું જ બંધ કરી દીધું છે.
લીંબુના ભાવ ૮૦ હતા તેના ૧૬૦ રૂપિયા થયા
લીંબુના ભાવમાં ટૂંકા સમયગાળામાં મોટો તફાવત જોવા મળી રહ્યો છે. પંદર દિવસ પહેલા ૮૦ રૂપિયે કિલો મળતાં લીંબુ હાલમાં ૧૬૦ રૂપિયે કિલો મળી રહ્યા છે. એટલે કે ૧૫ જ દિવસમાં ભાવ બમણાં થઈ ગયા છે. હાલ તહૈવારો પણ નથી, તેમ છતાં લીંબુના ભાવ વધી ગયા છે. લીંબુની આવક ઘટી જતાં ભાવ વધ્યા હોવાનું જાણવા મળ્યું છે.