મગફળીમાં વેચાણનાં અભાવે ભાવમાં સુધારો જોવા મળ્યો

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ગુજરાતમાં ઉનાળુ વાવેતર પૂરજોશમાં થઈ રહ્યાં છે, અને આ વર્ષે પુષ્કળ વાવેતર થશે. રાજ્યમાં હજી ૧૫મી ફેબ્રુઆરી સુધી વાવેતર ચાલુ રહેવાના એંધાણ છે, જેને પગલે કુલ વાવેતર ગત વર્ષની તુલનાએ ત્રણ ગણું થાય તેવી પણ બજારમા ચર્ચા ચાલી રહી છે.

સરકારી આંકડાઓ સત્તાવાર રીતે ફેબ્રુઆરી મહિનાથી શરૂ થશે ત્યાં સુધી બજારમાં ચોક્કસ વાવેતરનો અંદાજ લગાવવો મુશ્કેલ છે. મગફળીની બજારમાં મજબૂતાઈ હતી અને સરેરાશ મણે રૂ.૫થી ૧૦નો સુધારો થયો હતો. હાલ વેચાણ ઓછું છે અને ખેડૂતોને હવે નીચા મગફળીના ભાવ થી વેચાણ કરવી નથી. બીજી તરફ દાણા સારા હોવાથી તેની માંગ યથાવત હોવાથી બજારને ટેકો મળી રહ્યો છે.

ગોંડલમાં મગફળીની ૨૦ હજાર ગુણીની આવક હતી અને વેપાર ૨૨૦૦ ગુણીનાં થયા હતા. ગોંડલ મગફળીના ભાવ જી-ર૦માં રૂ.૧૦૨૦થી ૧૧૯૬, રોહીણીમાં રૂ.૬૫૦થી ૧ર૨રરપ, ૬૬ નંબરમાં રૂ.૯૦૦થી ૧૧રપનાં ભાવ હતાં. જી-૩૭માં રૂ.૧૦૦૦થી ૧૧૫૫નાં ભાવ હતાં.

ખેડૂતો દ્વારા ઉનાળુ મગફળીનાં વાવેતર પૂરજોશમાં થવા લાગ્યાં…

રાજકોટમાં ૧૭ હજાર ગુણીની આવક હતી અને ૧૩ હજાર ગુણીનાં વેપાર થયા હતાં. હજી રપ હજાર ગુણી પેન્ડિંગ પડી છે. રાજકોટ મગફળીના ભાવ ટીજે ૩૭માં રૂ.૬૯૫૦થી ૧૦૮૦, ૨૪ નંબર રોહિણીમાં રૂ.૬૯૫૦થી ૧૧૨૫, ૩૯ નં.બોલ્ડમાં રૂ.૮૮૦થી ૧૦૫૦, જી-૨૦માં રૂ.૧૦૦૦ થી ૧૧૭૦, ૬૬ નંબરમાં રૂ.૯૦૦થી ૧૧૦૦ અને ૯૯ નં.માં રૂ.૧૦૪૦થી ૧૦૭૦નાં ભાવ હતાં. ૯ નંબરમાં રૂ.૧૦૫૦થી ૧૧૫૦નાં ભાવ હતાં.

જામનગરમાં ૩૫૦૦ ગુણીનાં વેપાર થયા હતાં. જામનગર મગફળીના ભાવ જી-ર૦માં રૂ.૬૫૦ થી ૧૧૦૦, ૬૬ નંબરમાં રૂ.૬૯૫૦થી ૧૧૨૫ અને રોહીણીમાં રૂ.૬૫૦થી ૧૧રપનાં ભાવ હતાં.


મહુવામાં ૬૧૦૦ ગુણીની આવક હતી અને મહુવા મગફળીના ભાવ માં રૂ.૬૬૧ થી ૧૧૪૧ અને જી-ર૦માં રૂ.૧૦૦૧ થી ૧૨ર૮નાં ભાવ હતાં. જી-પમાં રૂ.૬૭૫ થી ૧૧૭૫નાં ભાવ હતાં.

હીંમતનગરમાં ૩૦૦૦ ગુણીની આવક હતી અને હીંમતનગર મગફળીના ભાવ રૂ.૧૨૩૦ થી ૧૫૨૫ સુધીનાં ભાવ બોલાયાં હતાં.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment