દેવ દિવાળી અને વરસાદના કારણે મગફળીની આવકમાં ઘટાડો થતા મગફળીના ભાવમાં આવ્યો ઉછાળો

WhatsApp Group Join Now
Telegram Group Join Now

મગફળીમાં પાંખી વેચવાલી વચ્ચે ભાવમાં સરેરાશ મજબૂતાઈનો માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદી વાતાવરણ અને દેવ-દિવાળીને કારણે મોટા ભાગનાં યાર્ડોમા આવકો બંધ જ હતી અથવા તો ઓછી આવક થઈ હતી. મગફળીની આવકો સોમવારથી રેગ્યુલર શરૂ થાય તેવી સંભાવનાં છે.

સૌરાષ્ટ્રમાં આજે પણ અમુક છૂટક-છૂટક વિસ્તારમાં છાંટા-છુંટી જોવા મળી હતી, પરંતુ કોઈ જગ્યાએ બે-ત્રણ ઈંચ વરસાદનાં ખાસ સમાચાર નથી. વર્તમાન વરસાદથી કોઈ ખેતી પાકને ખાસ મોટી અસર નથી, પંરતુ યાર્ડોમાં મગફળી પલળે નહીં એ હેતુંથી યાર્ડોએ આવકો બંધ કરી છે.

ગુજરાતમાં ખાસ કરીને દાણાબર મગફળીમાં લેવાલી સારી હોવાથી તેમાં મણે રૂ.૨૦ થી ૨૫ વધ્યાં…

ગોંડલમાં મગફળીનાં ૩૦ હજાર ગુણીનાં વેપાર હતા અને ભાવ જી-ર૦માં રૂ.૯૫૦ થી ૧૧૩૦ સુધીનાં હતાં. જ્યારે ૩૭ અને ૩૯ નંબરમાં રૂ.૯૫૦ થી ૧૧૫૦ સુધીનાં ભાવ હતાં. આ જાતમાં મણે રૂ.૨૦ થી રપનો સુધારો હતો.

જામનગરમાં જીણી મગફળીનાં ભાવ રૂ.૧૦૦૦ થી ૧૫૫૫ અને જાડીમાં રૂ.૯૫૦ થી ૧૦૮૦નાં ભાવ હતાં. વેપારો ત્રણેક હજાર ગુણીનાં થયા હતાં.

ઉત્તર ગુજરાતમાં આજે મોટા ભાગના માર્કેટ યાર્ડો દેવ-દિવાળીના તહેવારને કારણે વેપાર અને હરરાજી બંધ રહ્યાં હતાં.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

close