ચણામાં ઊંચી સપાટીએ તેજીને બ્રેક લાગી હતી અને શનિવારે ભાવમાં રૂ.25નો ઘટાડો થયો હતો. ચણામાં વેચવાલી બહુ ઓછી છે અને આગામી દિવસોમાં બજારમાં વેચવાલી આવે તેવા પણ સંજોગો હાલ નથી.
આયાત પડતર ઊંચી છે અને આગળના સમયમાં ડિલિવરીનો ભાવ રૂ.7000 બોલતો હોવાથી ચણાના ભાવમાં ટૂંક સમયમાં રૂ.7000ની સપાટી જોવા મળે તેવી સંભાવના દેખાય રહી છે.
રાજકોટમાં પીળા ચણાની 3200 કટ્ટાની અવાક હતી અને ભાવ ગુજરાત મિલ.3માં રૂ.1150 થી 1195, સુપર 3માં રૂ.1200 થી 1240, કાટવાળામાં રૂ.1150 થી 1430 અને એવરેજ રૂ. 1050 થી 1130 હતા.
ગુજરાતમાં ચણામાં કોઈ મોટી મંદી થાય તેવા સંજોગો બહુ ઓછા જણાય છે, ચણાના ભાવ ફરી વધી જશે એવી સંભાવના…
કાબુલી ચણાની 1300 કટ્ટાની અવાક સામે ભાવ બૌતાડી રૂ.1150 થી 1250, ધોટુ રૂ.1350 થી 1550, એવરેજ રૂ.1400 થી 1550, સારું રૂ.1600 થી 1900 અને સુપરમા રૂ.1950 થી 2200 હતા.
ઇન્દોરમાં કાટવાલાના રૂ.6750 ભાવ હતા. ઈન્દોર કાબુલી ચણાનો ભાવ 42-44 કાઉન્ટમાં રૂ.11,950 હતો 58-60 કાઉન્ટનો ભાવ રૂ.10,100 ક્વોટ થયો હતો.
નવી દિલ્હીમાં રાજસ્થાન લાઈનના નવ ચણાનો ભાવ રૂ.6850 અને મધ્યપ્રદેશ લાઈનનો ભાવ રૂ.6775 હતો.ભાવમાં રૂ.25 થી 50નો ઘટાડો હતો.
તંજાનિયાના આયાતી દેશી ચણાના ભાવ રૂ.6300 અને સુદાનના કાબુલી ચણાનો ભાવ રૂ.7000 હતા. આયાતી ચણામાં ભાવમાં રૂ.100નો વધારો હતો.
ચણાના ભાવ અકોલામાં દેશીમાં રૂ.6525 થી 6550, લાતુર મિલ ક્વોલિટી રૂ.6450 થી 6500 હતા. રાયપુરમાં દેશી લોકલના રૂ. 6500 ને મહારાષ્ટ્ર લાઈનના રૂ.6600 ભાવ હતા. સોલાપુર લાઈનમાં રૂ.6000 થી 6450 મિલ ક્વોલિટીના હતા.