સારા કપાસની અવાક બંધ થતા ભાવમાં સુધારો, કપાસ વેંચવો કે રાખવો ?

દેશભરમાં સારી કવોલીટીના ક્પાસ સીસીઆઇની ખરીદોમાં જવા લાગતાં હવે જીનર્સોને સારી કવોલીટીના કપાસ ખેડૂતો પાસેથી મળી રહ્યા છે જેને કારણે વિતેલા સપ્તાહમાં કપાસમાં મણે ગુરૂવારે અને શુક્રવારે કપાસ ભાવ માં મણે રૂ.૧૫ થી ૨૦ સુધર્યા હતા. સીસીઆઇ દ્વારા વેચવામાં આવતાં રૂનો ભાવ પ્રતિ ખાંડી રૂ.૪૨,૫૦૦ થી ૪૩,૦૦૦ વચ્ચે ચાલી રહ્યો છે તેની સામે ખુલ્લા બજારમાં … Read more

નવી ડુંગળીની આવક વધતા ભાવમાં ઘટાડો ચાલુ રહેશે

ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાનમાં નવી ડુંગળીની આવકો વધી રહી હોવાથી ડુંગળીનાં ભાવમાં એકધારો ઘટાડો જોવા મળી રહ્યો છે. ડુંગળીની બજારમાં હાલ લેવાલી ઓછી છે અને બીજી તરફ લેવાલી એકદમ ઓછી છે, જેને પગલે સરેરાશ બજારનો ટોન હાલ પૂરતો નરમ જ દેખાય રહ્યો છે. ડુંગળીનાં ભાવ ઘટીને ૨૦ કિલોનાં રૂ.૧૦૦થી ૬૦૦ની વચ્ચે ચાલી રહ્યાં છે. નવી ડુંગળી … Read more

મગફળીમાં આવક ઘટવાની સંભાવના, ભાવમાં સુધારો થશે

મગફળીના ભાવ છેલ્લા ૧૦-૧૨ દિવસથી એકધારા ઘટી રહ્યા છે કારણ કે સીંગતેલ અને સીંગદાણાના એક સાથે મોટા વેપાર થયા બાદ હાલ બજારમાં મોટી નાણાભીડ ઊભી થઇ છે. સીંગતેલની પિલાણમિલો, નિકાસકારો અને વેપારીઓ તેમજ સીંગદાણાની ફેકટરીઓ, નિકાસકારો અને વેપારીઓ હાલ મોટી નાણાભીડનો સામનો કરી રહ્યા છે કારણ કે નિકાસના વેપાર કર્યા બાદ કન્ટેઇનરની અછતને કારણે ચીન … Read more

સાઉથ અને બીજા રાજ્યોની ઘઉંમાં માંગ નીકળવાની ધારણાથી ભાવ વધ્યા

કેન્દ્ર સરકાર દ્વારા મફત ઘઉના વિતરણની યોજના ચાલુ મહિનાથી બંધ થઈ ગઈ હોવાના સંકેત હવે મળી રહ્યાં છે. સરકાર દ્વારા સત્તાવાર રીતે કોઈ જાહેરાત થઈ નથી અને ડિસેમ્બરનાં ૧૦ દિવસ તો નીકળી ગયાં છે. બીજી તરફ સાઉથ અને દેશાવરનાં બીજા કેટલાક રાજ્યોની ઘઉંમાં પુછપરછ શરૂ થઈ છે, એ જોત્તા ઘઉંની બજારમાં હવે માંગ નીકળે તેવી … Read more

ગુજરાત પૂરવઠા નિગમ સરકારી યોજનાઓ માટે સીગતેલનાં 1.52 લાખ ડબ્બા ખરીદશે

સીંગતેલની બજારમાં આ વર્ષે તેજીનો માહોલ જોવા મળ્યો છે ત્યારે ગુજરાત પૂરવઠા નિગમે પણ ગુજરાતમાંથી પોતાની સરકારી યોજનાની જરૂરિયાત માટે બજારમાંથી ૧.૫૨ લાખ ડબ્બા (૧૫ કિલો)નાં ખરીદવાની જાહેરાત કરી છે. જોકે બજાર વર્ગ ડહે છેકે નિગમની ખરીદીનાં નિયમો આકરા હોવાથી નબળો પ્રતિસાદ મળે તેવી પણ સંભાવનાં છે. જોકે સીંગતેલની ખરીદીનાં નિયમો આકરા હોવાથી નબળો પ્રતિસાદ … Read more

ગુજરાતમાં સાર્વત્રિક કમોસમી વરસાદથી ખેતીના પાકને નુકસાન

ગુજરાતમાં આજે સાવત્રિક કમોસમી વરસાદ-માવઠું પડ્યું હતું. સર્વત્ર વરસાદને પગલે ખેતીપાકોને આંશિકપણે નુકસાન પહોંચ્યું હતું. ગુજરાત સરકારનાં ડિઝાસ્ટર મેનેજમેન્ટનાં આંકડાઓ પ્રમાણે રાજ્યમાં શુક્રવારે એક મિલીમીટરથી લઈને ૩૫ મિલીમીટર સુધીનો વરસાદ કુલ ૧૩૬ તાલુકામાં પડ્યો હતો. ગુજરાતમાં કુલ ૧૩૬ તાલુકામાં એકથી ૩૫ મિલીમીટર સુધી વરસાદ પડ્યો આમ સર્વત્ર કમોસમી વરસાદની અસર જોવા મળી હતી. શિયાળુ પાકોના … Read more

મગફળીમાં આવકો ઘટી: સારી ક્વોલિટીની આવકો નહીવત

ગુજરાતમાં આજે તમામ વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો હતો, જોકે બહુ વરસાદ ન હતો, પરંતુ રાજકોટ સહિતનાં કેટલાક યાર્ડમાં ખુલ્લામાં પડેલી મગફળી પલળી ગઈ હતી. એ સિવાય મગફળીને કોઈ જ નુકસાન થયું નથી. મગફળીની બજારો આજે સ્ટેબલરહી હતી. વેપારીઓ કહે છેકે બજારમાં હાલ સારી ક્વોલિટીની મગફળી બહુ ઓછી આવી રહી છે. બીજી તરફ ઉત્તર ગુજરાતમાં મોટા … Read more

દેશમાં કપાસની આવક વધી છતાં કપાસમાં ભાવ સુધર્યા

દેશમાં રૂની આવક વધીને પોણા ત્રણ લાખ ગાંસડીએ પહોંચી હતી જો કે કેટલીક એજન્સીઓ આજે ૨.૯૨ લાખ ગાંસડીની આવક બતાવતી હતી. મહારાષ્ટ્ર, ગુજરાત અને તેલંગાના આ ત્રણ રાજ્યોની જ આવક ૧.૮૦ થી ૧.૮૫ લાખ ગાંસડીની થઇ રહી છે. નોર્થના ત્રણ રાજ્યો પંજાબ, હરિયાણા અને રાજસ્થાનની આવક છેલ્લા બે દિવસથી સતત વધી રહી છે. નોર્થમાં હવે … Read more