ગુજરાત પૂરવઠા નિગમ સરકારી યોજનાઓ માટે સીગતેલનાં 1.52 લાખ ડબ્બા ખરીદશે

WhatsApp Group Join Now
Telegram Group Join Now

સીંગતેલની બજારમાં આ વર્ષે તેજીનો માહોલ જોવા મળ્યો છે ત્યારે ગુજરાત પૂરવઠા નિગમે પણ ગુજરાતમાંથી પોતાની સરકારી યોજનાની જરૂરિયાત માટે બજારમાંથી ૧.૫૨ લાખ ડબ્બા (૧૫ કિલો)નાં ખરીદવાની જાહેરાત કરી છે. જોકે બજાર વર્ગ ડહે છેકે નિગમની ખરીદીનાં નિયમો આકરા હોવાથી નબળો પ્રતિસાદ મળે તેવી પણ સંભાવનાં છે.

જોકે સીંગતેલની ખરીદીનાં નિયમો આકરા હોવાથી નબળો પ્રતિસાદ મળે તેવી સંભાવનાં

ગુજરાત પૂરવઠા નિગમ દ્વારા કુલ ૧,૫૨,૩૭૭ ડબ્બા સીંગતેલનાં ખરીદવા માટે ઓનલાઈન ઓક્શન કરવાની જાહેરાત કરી છે. નિગમ ક્યાં ભાવથી ખરીદી કરશે તેની કોઈ જ જાહેરાત કરી નથી.

નિગમ દ્વારા ગત વર્ષે પોતાની ખરીદેલી મગફળીને પિલાણ કરાવીને તેલ ખરીદી હતું અને ત્યાર બાદ એ તેલને ચાલુ વર્ષે વેચાણ કર્યું હતું. આ વર્ષે નિગમ મગફળી ક્રશિંગ કરવાને બદલે સીધી ખરીદી કરવાની જ જાહેરાત કરી છે.

સૌરાષ્ટ્ર ઓઈલ મિલ્સ એસોસિએશનનાં પ્રમુખ કિશોરભાઈ વિરડીયાએ જણાવ્યું હતું કે નિગમના ૧.૫૨ લાખ ડબ્બા ખરીદવાની જાહેરાતની બજાર ઉપર કોઈ જ અસર થશે નહીં.


સરકારને તુરંતને તુરંત ખરીદી લેવાની નથી અને કોઈ જ સમયમર્યાદા નથી. બજારમાં હાલ ચાઈનાની નવી ખરીદી અટકાવી હોવાથી ઘટાડો જોવા મળી રહ્યો છે. પૂરવઠા નિગમનાં ટેન્ડરમાં ભૂતકાળમાં ઓઈલ મિલરોને અનેક મુશ્કેલીઓ પડી છે.

ટેન્ડરની શરતો આકરી હોય છેઅને પેમેન્ટ કે ડિલીવરી સમયસર લેતા નથી. ભૂતકાળમાં નિગમને તેલ વેચાણનાં પેમેન્ટ ચાર-છ મહિને આવ્યાં છે. ડિલીવરી લેવાનો જે સમય નક્કી થયો હોય તે સમયમાં ડિલીવરી લીધી પણ નથી, પરિણામે ઓઈલ મિલરોને મુશ્કેલીઓ પડે છે. વળી ટૅન્ડરમાં ઊંચા ભાવ ઓફર થાય તો સ્વીકારાતું નથી. આવી અનેક પ્રકારની તકલીફો હોય છે.


ગુજરાત પૂરવઠા નિગમ સામાન્ય રીતે મધ્યાહન ભોજનમાં સીંગતેલનું વિતરણ કરવા અથવા તે રેશનિંગમાં કોઈ યોજના હેઠળ વેચાણ કરવા માટે આ તેલની ખરીદી કરે છે.

સરકાર દ્વારા આ અંગે હજી કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી. સરકારનાં ટેન્ડરને પગલે બજારમાં આજે ચર્ચા હતી કે મંદીને બ્રેક લાગશે, પંરતુ બજારની તેજી-મંદીનો આધાર ચાઈનાની આયાત ઉપર રહેલો છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment