સાઉથ અને બીજા રાજ્યોની ઘઉંમાં માંગ નીકળવાની ધારણાથી ભાવ વધ્યા

WhatsApp Group Join Now
Telegram Group Join Now

કેન્દ્ર સરકાર દ્વારા મફત ઘઉના વિતરણની યોજના ચાલુ મહિનાથી બંધ થઈ ગઈ હોવાના સંકેત હવે મળી રહ્યાં છે. સરકાર દ્વારા સત્તાવાર રીતે કોઈ જાહેરાત થઈ નથી અને ડિસેમ્બરનાં ૧૦ દિવસ તો નીકળી ગયાં છે.

બીજી તરફ સાઉથ અને દેશાવરનાં બીજા કેટલાક રાજ્યોની ઘઉંમાં પુછપરછ શરૂ થઈ છે, એ જોત્તા ઘઉંની બજારમાં હવે માંગ નીકળે તેવી સંભાવનાં દેખાય રહી છે.


પરિણામે આજે લોકલ મિલબર ક્વોલિટીમાં રૂ.૧૦થી ર૨૦નો સુધારો જોવા મળ્યો હતો. આગામી દિવસોમાં ઘઉની બજારમાં લેવાલી આવશે તો બજારો વધુ સુધરે તેવી ધારણાં છે.

રાજકોટમાં ઘઉંની ૮૦૦ બોરીની આવક હતી અને ભાવ મિલબરમાં એક નંબરમાં રૂ.૩રપથી ૩૩૦ અને બે નંબરમાં રૂ.૩૧૩થી ૩૧૮નાં ભાવ હતાં. જ્યારે એવરેજ ક્વોલિટીમાં રૂ.૩૩૦થી ૩૪૦ અને બેસ્ટમાં રૂ.૩૫૦થી ૪૧૦નાં ભાવ હતાં.


ગોંડલમાં ઘઉંની ૧૩૦૦ ગુણીની આવક હતી અને લોકવન ઘઉંનાં ભાવમાં રૂ.૩૧રથી ૪૯૬ અને ટૂકડામાં રૂ.૩૦૪થી ૪પ૫પરનાં ભાવ હતાં. હિંમતનગરમાં ઘઉની ૨ હજાર ગુણીની આવક હતી. ભાવ મિલબરમાં રૂ.૩૧રથી ૩૧૮, મિડીયમ ક્વોલિટી માં રૂ.૩૩૦થી ૩૫૫ અને સારી ક્વોલિટીમાં રૂ.૩૭૦થી ૪૦૦નાં ભાવ હતાં.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment