મગફળીમાં મજબૂતાઈનો માહોલ હતો. મગફળીની વેચવાલી ઓછી અને સીંગતેલ, ખોળ સહિતની કોમોડિટીમાં સુધારો હોવાથી મગફળીની બજારમાં પણ ઘટાડાની ધારણાં નથી. નાફેડ ની વેચવાલી ગુજરાતમાં ૧૫મી ફેબ્રુઆરીથી શરૂ થવાની છે, હાલ રાજસ્થાનની મગફળી બે દિવસ પહેલા રૂ.૫૪૦૫માં વેચાણ થઈ હતી.
ગુજરાતમાં મગફળીના ભાવ કેવા નીકળે છે અને વેપારીઓ રસ કેવો રહે છે તેનાં ઉપર આગામી દિવસોમાં મગફળીની તેજી-મંદીનો આધાર છે. જામનગર-ગોંડલમાં જૂની આવકો પુરી થઈ ગઈ છે, હવે નવી આવકો ઉપર આધાર રહેલો છે.
ગોંડલમાં મગફળીના વેપાર ૨૭.૫ હજાર ગુણીનાં થયા હતા. ગોંડલ મગફળીના ભાવ જી-૨ર૦માં રૂ.૧૧૦૦થી ૧૨૦૦, રોહીણીમાં રૂ.૧૦૦૦ થી ૧૧૫૦, ૬૬ નંબરમાં રૂ.૬૯૦૦થી ૧૧૩૦નાં ભાવ હતાં. જી-૩૭માં રૂ.૧૦૦૦થી ૧૧૦૦નાં ભાવ હતાં.
રાજસ્થાનમાં નાફેડનો માલ રૂ.૫૪૦૫માં વેચાણ થયો હતો…
રાજકોટમાં ૧૫ હજાર ગુણીનાં વેપાર થયા હતાં. રાજકોટ મગફળીના ભાવ ટીજે ૩૭માં રૂ.૬૯૩૦થી ૧૦૬૦, ર૪ નં. રોહિણીમાં રૂ.૬૫૦થી ૧૦૯૦ એક વકલ રૂ.૧૧૪૦, ૩૯ નં.બોલ્ડમાં રૂ.૮૫૦થી ૧૦૭૦, જી-ર૦માં રૂ.૧૦૭૦ થી ૧૧૮૦, ૬૬ નંબરમાં રૂ.૯૦૦થી ૧૦૮૦ અને ૯૯ નં.માં રૂ.૧૦૪૦થી ૧૧૦૦નાં ભાવ હતાં. ૯ નંબરમાં રૂ.૧૦૪૦થી ૧૧૫૦નાં ભાવ હતાં.
જામનગરમાં ૧૦ હજાર ગુણીની આવક હતી અને ૫૦૦૦ ગુણીનાં વેપાર થયા હતાં. જામનગર મગફળીના ભાવ જી-૨૦માં રૂ.૧૦૨૫ થી ૧૧૫૦, જી-૩૭નાં ભાવ રૂ.૯૦૦થી ૧૦૫૦, ૬૬ નંબરમાં રૂ.૬૫૦થી ૧૦૫૦ અને રોહીણીમાં રૂ.૬૫૦થી ૧૧૦૦નાં ભાવ હતાં. ૯ નંબરમાં રૂ.૧૨૫૦ સુધીનાં ભાવ હતાં.
મહુવામાં ૨૫૦૦ ગુણીની આવક હતી અને મહુવા મગફળીના ભાવ મગડીમાં રૂ.૧૦૨૧ થી ૧૦૯૫ અને જી-૨૦માં રૂ.૬૮૬ થી ૧૨૨૧નાં ભાવ હતાં.
હીંમતનગરમાં ૧૦૦૦ ગુણીની આવક હતી અને હીંમતનગર મગફળીના ભાવ રૂ.૧૦૦૦ થી ૧૨૪૭૫ સુધીનાં ભાવ બોલાયાં હતાં.