ભારત બંધનાં એલાનને સૌરાષ્ટ્રનાં યાર્ડોમાં ખૂબજ સારો પ્રતિસાદ મળ્યો હોવાથી મગફળી બજાર સમાચાર ની વાત કરીએ તો આવકો સમગ્ર ગુજરાતમાં નહીવત રહી હતી. ખાસ કરીને રાજકોટ, ગોંડલ, જામનગર, હળવદ જેવા મગફળીનાં મુખ્ય પીઠાઓમાં આજ હરાજી થઈ નહોંતી. સમગ્ર ગુજરાતમાં મળીને મગફળીની રપ થી ૩૦ હજાર ગુણીની આવકો પણ નહીં હોય તેવી સ્થિતિ આજે સર્જાણી હતી.
ભારત બંધનાં એલાનને પગલે મગફળીની આવકો આંગણીનાં વેઢે ગણાય એટલી જ આવી
મગફળીની પાંખી આવકો વચ્ચે ભાવ સરેરાશ નરમ રહ્યાં હતાં. ગોંડલ અને હળવદનાં બ્રોકર જણાવ્યું હતું કે બુધવારે બજારો ખુલશે એટલે મગફળીનાં ભાવ રૂ.૫પ થી ૧૦ નીચા ખુલે તેવા સંકેત મળી રહ્યાં છે.
સીંગતેલ નરમ છે અને નવા વેપારો ન હોવાથી પિલાણબર મગફળી તુટી જશે. આગામી દિવસોમાં આવકો વધવાનાં ચાન્સ નથી, પરંતુ સરકારી ખરીદી પણ હવે એકાદ મહિનામાં પૂરી થઈ જશે, જેને પગલે બજારમાં જો વેપારો નવા નીકળે તો જ બજારો ચાલશે, એ સિવાય અથડાયા કરશે.
સૌરાષ્ટ્રમાં મગફળીનાં તમામ મોટા પીઠાઓ બંધ હતાં. જામનગરમાં મગફળીની આવક માત્ર ૨૦૫ ગુણીની હતી, પરંતુ હરાજી થઈ નહોંતી. ઉત્તર ગુજરાતમાં પીઠાઓ ચાલુ હતા, પરંતુ આવકો ખાસ નહોંતી. ડીસામાં ૫૫૦૦ ગુણીની આવક સામે ભાવ રૂ.૯૬૧થી ૧૧૬૧નાં હતાં.