સારી કવોલીટોના કપાસની અછત વધતાં ભાવમાં સુધારો

WhatsApp Group Join Now
Telegram Group Join Now
shortage of good quality cotton crop apmc market agriculture in Gujarat cotton market price news improved the rising cotton prices

કપાસમાં સારી કવોલીટીની અછત દેશભરમાં સતત વધી રહી હોઇ આજે કપાસના ભાવ ઘટતાં અટકીને ટકેલા રહ્યા હતા.

દેશમાં રૂની આવક અઢી લાખ ગાંસડી આસપાસ ટકેલી રહી છે. ગુજરાત, મહારાષ્ટ્ર અને તેલંગાનામાં સારી કવોલીટીના કપાસની અછત દિવસેને દિવસે વધી રહી હોઇ હવે કપાસમાં ભાવ ઘટવાની શક્યતા નથી. 

ઉત્તર ભારતના રાજ્યોમાં કપાસની આવક હજુ વધતી નથી આથી ઉત્તર ભારતમાં રૂનું ઉત્પાદન ધારણા કરતાં ઓછુ આવવાની શક્યતા વધી છે. 

બુધવારે નોર્થમાં ૩ર થી ૩૫ હજાર ગાંસડી, મહારાષ્ટ્રમાં ૭પ હજાર ગાંસડી અને દક્ષિણ ભારતના રાજ્યોમાં ૭૦ થી ૭ર હજાર ગાંસડી રૂની આવક નોંધાયેલી હતી.


સૌરાષ્ટ્રના માર્કેટયાર્ડોમાં નવા કપાસની આવક ઘટીને ૯૮ હજાર મણની હતી અને નવા કપાસના ભાવ નીચામાં રૂ.૧૦૧૦ થી ૧૦૨૫ અને ઊંચામાં રૂ.૧૧૧૦ થી ૧૧૨૫ હતો જ્યારે જૂના કપાસની આવક ૨૦૦૦ મણની હતી અને તેના ભાવ નીચામાં રૂ.૯૦૦ થી ૧૦૫૦ હતા. 

સૌરાષ્ટ્રના યાર્ડોમાં નવા અને જૂના કપાસના ભાવ આજે ટકેલા હતા. સૌરાષ્ટ્રના કપાસના અગ્રણી બ્રોકરોનું કહેવું હતું કે સારા કપાસની અછત દિવસેને દિવસે વધી રહી છે. 

સૌરાષ્ટ્રના મોટાભાગના ખેતરોમાં કપાસ લાલ પડી ગયા હોઇ ખેડૂતો હવે કપાસ કાઢી રહ્યા છે. ચણા, ધાણા અને અન્ય રવી પાકના ભાવ સારા હોઇ કપાસમાં પૈસા ખર્ચવાનો ખેડૂતોને ઇરાદો નથી. 

સૌરાષ્ટ્રમાં ધારણા કરતાં વધુ બગાડ થવાની શકયતા દેખાય છે. આજે સૌરાષ્ટ્રના યાર્ડોમાં જે આવક થઇ હતી તેમાંથી માંડ ૧૫ થી ૨૦ કા જ સારી કવોલીટીના કપાસની આવક હતી. ગામડે બેઠા કપાસના ભાવ રૂ.૧૦૭૦ થી ૧૦૮૫ બોલાતા હતા.


સૌરાષ્ટ્રમાં જીનપહોંચ કપાસના ભાવ બુધવારે ભાવ ટકેલા હતા પણ સારી એક્સ્ટ્રા સુપર કવોલીટીમાં ર.પ થી ૧૦ ઊંચા બોલાતા હતા. બુધવારે જીનપહોંચ બેસ્ટ કપાસના રૂ.૧૧૫૫ થી ૧૧૬૪૬૦, મિડિયમ કપાસના રૂ.૧૧૨૦ થી ૧૧૨૫ અને એવરેજ કપાસના રૂ.૧૦૯૦ થી ૧૧૦૦ બોલાતા હતા. 

જૂના કપાસના રૂ।.૧૦૩૦ થી ૧૦૫૦ બોલાતા હતા જ્યારે મહારાષ્ટ્રના કપાસના રૂ।.૧૦૮૦ થી ૧૧૧૦ અને મેઇન લાઇનના કપાસના રૂ।.૧૦૩૦ થી ૧૦૪૦ સુધી ભાવ બોલાતા હતા. 

કડીમાં આજે મહારાષ્ટ્રના કપાસની આવક ૩૦૦ ગાડી રહી હતી. કડીમાં મહારાષ્ટ્રના કપાસના ભાવ  રૂ.૧૦૫૦-૧૧૦૦ , મેઇન લાઇનના કપાસના ક્વોલીટી હવે બગડી ગઇ હોઇ તેના રૂ.૧૦૩૦-૧૦૪૦, કાઠિયાવાડના કપાસના રૂ।.૧૧૨૦-૧૧૪૦ , આંધ્રના કપાસના રૂ.૧૦૮૦-૧૧૦૦ અને કર્ણાટકના કપાસના રૂ.૧૦૯૦ થી ૧૧૨૦ના ભાવ હતા.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment