દેશમાં રૂની આવક શુક્રવારે ઘટીને ર.૬૮ થી ૨.૭૦ લાખ ગાંસડીની રહી હતી. નોર્થના રાજ્યો પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં રૂની આવક થોડી ઘટી હતી.
જ્યારે પણ ગુજરાત, મહારાષ્ટ્ર અને તેલંગાનામાં રૂની આવક ઝડપથી વધી રહી છે. શુક્રવારે ગુજરાતમાં પપ હજાર ગાંસડી, મહારાષ્ટ્રમાં ૭૫ હજાર ગાંસડી અને તેલંગાનામાં પપ હજાર ગાંસડી રૂની આવક હતી.
સમગ્ર દેશમાં કપાસના ભાવ શુક્રવારે સતત બીજે દિવસે મણે રૂ।.૫પ થી ૧૦ ઘટયા હતા. મહારાષ્ટ્રમાં રૂની આવક ઝડપથી વધી રહી છે. દેશમાં શુક્રવારે રૂની આવકની ગણતરીએ કપાસની આવક સવા ચોસઠ લાખ મણ રહી હતી જે ગુરૂવારે પોણા છાંસઠ મણ રહી હતી.
સૌરાષ્ટ્રના માર્કેટયાર્ડોમાં નવા કપાસની આવક વધીને ૧.૫૦ લાખ મણની હતી અને ભાવ નીચામાં રૂ.૧૦૦૦ થી ૧૦૧૫ અને ઊંચામાં રૂ.૧૧૧૫ થી ૧૧૩૫ હતો જ્યારે જૂના કપાસની આવક ૫૫૦૦ મણની હતી અને તેના ભાવ નીચામાં રૂ।.૮રપ થી ૮૫૦ અને ઊંચામાં ર્।.૧૦રપ૫ થી ૧૦૫૦ હતા.
સૌરાષ્ટ્રના યાર્ડોમાં નવા કપાસના ભાવમાં મણે રૂ.૫ થી ૧૦ ઘટયા હતા જ્યારે જૂના કપાસમાં ભાવ ટકેલા હતા. હતા. સૌરાષ્ટ્રમાં જીનપહોંચ કપાસના ભાવ શુક્રવારે ટકેલા હતા કારણ કે દેશમાં કપાસની આવક થોડી ઘટી હતી અને કપાસિયાનો ટેકો કપાસને મળ્યો હતો.
શુક્રવારે જીનપહોંચ બેસ્ટ કપાસના ભાવ રૂ.૧૧૩૦ થી ૧૧૩૫, મિડિયમ કપાસના રૂ।.૧૧૧૦ થી ૧૧૧૫ અને એવરેજ કપાસના રૂ।.૧૦૯૦ થી ૧૧૦૯૫ બોલાતા હતા.
જૂના કપાસના રૂ.૧૦૨૦ થી ૧૦૩૦ બોલાતા હતા જ્યારે મહારાષ્ટ્રના કપાસના રૂ.૧૦૭૦ થી ૧૦૯૦ અને મેઇન લાઇનના કપાસના રા.૧૦૩૦ થી ૧૦૬૦ સુધી ભાવ બોલાતા હતા.
કડીમાં આજે મહારાષ્ટ્રના કપાસની આવક ઘટીને ૨૫૦ ગાડી રહી હતી. કડીમાં મહારાષ્ટ્રના કપાસના રૂ.૧૦૧૦-૧૧૮૦, મેઇન લાઇનના કપાસના રૂ.૧૦૮૦-૧૧૧૦, કાઠિયાવાડના કપાસના રૂ.૧૦૬૦-૧૦૭૦, આંધ્રના કપાસના રૂ.૧૦૮૦-૧૧૦૦ અને કર્ણાટકના કપાસના રૂ.૧૦૯૦ થી ૧૧૧૦ના ભાવ હતા.