જામનગર પીઠામાં મગફળી-૯ નંબર ટોચ પર ભાવ…

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Saurashtra market yard Agriculture in Gujarat Peanut-9 number top groundnut Apmc market price in Apmc Jamnagar market yard

આજે (બુધવાર, તા.ર,  ડિસેમ્બરના) ફરી જામનગરના હાપા માર્કેટયાર્ડમાં મગફળીના ભાવ પ્રતિ ૨૦ કિલો નીચામાં રૂ.૮૧૦ અને ઉંચામાં રૂ.૧૪૦૦ને ટચ થયાના યાર્ડસત્તા દ્રારા સમાચાર મળ્યા છે. 

જામનગરનું હાપા માર્કેટયાર્ડ, આ વખતે મગફળીના વેચાણ માટે અગત્યનું પીઠું બન્યું છે. વેપારીઓના કહેવા મુજબ અમરેલી, ભાવનગર, ગોંડલ, રાજકોટ, પોરબંદર અને છેક ઉત્તર ગુજરાતના ખેડૂતો તરફથી ૯ નંબરની મગફળી જામનગર યાર્ડમાં વેચાણ માટે આવે છે. 

જામનગર યાર્ડના ટ્રેડર્સ કહે છે કે છેલ્લા બે-અઢી મહિનાથી જામનગર યાર્ડમાંથી તામિલનાડુના વેપારીઓની ૯ નંબર મગફળીની ખરીદો થઇ રહી છે. દિવાળી પહેલા ૩૦ થી ૩૫ વેપારીઓ હતા. 

આજે પણ ૨૦ થી રર વેપારીઓ મગફળીની ખરીદી કરીને દરરોજ ૬ થી ૮ ગાડી ટ્રકલોક મગફળી રવાના કરે છે. આજે મગફળી ૯ નંબરની એક બેસ્ટ વકલમાં રૂ.૧૪૦૫ નવી મગફળીના ભાવ થયા હતા. 

અમરેલી , ભાવનગર, ગોંડલ રાજકોટ, પોરબંદર અને છેક ઉત્તર ગુજરાતના ખેડૂતો તરફથી ૯ નંબરની મગફળી જામનગર માર્કેટયાર્ડમાં વેચાણ માટે આવે છે

સામાન્ય રીતે ક્વોલિટી મુજબ રૂ.૧૦૦૦ થી રૂ.૧૪૦૦ સુધીના ભાવમાં ૯ નંબર વેચાઇ રહી છે. અન્ય મગફળીના સરેરાશ રૂ.૯૦૦ થી રૂ.૧૦૦૦ના ભાવ તો છે જ. રોહિણી એકસ્ટ્રા સુપર માલ રૂ.૧૦૦૦ થી રૂ.૧૧૦૦ સુધી ખપે છે. 


જો કે રોહિણીમાં મીડિયમ ક્વોલિટાના માલ જાજા આવે છે. જો ૬૬ નંબર મગફળીનો સુપર વજનવાળો માલ હોય તો રૂ.૧૦૦૦ થી રૂ.૧૨૦૦ સુધી મગફળીના ભાવ છે. હજુ બધી બાજુથી મગફળી બજારને ટેકો હોવાથી બજારો ટકેલી છે. આગામી મહિનામાં ઉનાળું બિયારણની ખરીદી પણ ટેકો આપશે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

close