છેલ્લા ઘણા વર્ષથી કપાસની ખેતી કરતાં ખેડૂતો વારંવાર કહેતા સાંભળ્યા છે કે ગુલાબી ઈયળે તો રાંઢવા લેવળાવ્યા છે, દિવસે દિવસે ગુલાબી ઈયળનો ઉપદ્રવ સતત ને સતત અપ થઇ રહ્યોં છે.
જેમ જેમ કપાસમાં ગુલાબી ઇયળનો ઉપદ્રવ વધી રહ્યોં છે, એ રીતે વાવેતર કપાવા લાગ્યું છે
જો કે છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન થયેલ કપાસના વાવેતર પર નજર નાખીએ તો તારણ કાઢી શકાય છે કે જેમ જેમ કપાસમાં ગુલાબી ઈયળનો ઉપદ્રવ વધી રહ્યો છે, એ રીતે વાવેતર કપાવા લાગ્યું છે.
પાછલા વર્ષો દરમિયાન તેલંગણા કે મહારાષ્ટ્ર જેવા રાજ્યોએ ખેડૂતોને કપાસનું વાવેતર ન કરવાની ભલામણ કરી હતી. એક વખત ગુલાબી ઇયળના જીવનચક્રની સાયકલ તોડવાની જરૂર છે.
રાજ્યની કૃષિ યુનિવર્સિટી ખાતેના કપાસ સંશોધન વિભાગના કૃષિ વૈજ્ઞાનિકો ખેડૂતોને ગુલાબી ઇયળની જફા આગામી વર્ષે માટે હળવી કરવા ભલામણ ડરતાં હોય છે.
છેલ્લી વીંણનો ઉસેટો કરી લીધા પછી ખાસ ઘેંટા-બકરા કપાસના ખેતરમાં ચરાવવા જોઈએ. ઘેંટા-બકરા ફૂંકી ફૂંકીને પણ કાપસના કાચા જીંડવા, ફૂલ-ફાલ અને પાંદળા ખાઇ જતાં હોય છે.
તેથી એમાં રહેલ ગુલાબી ઇયળ કોપષેટામાં પરિવર્તિત થાય, એ પહેલા ખવાઈ-પીવાઇ જવી જોઈએ. આમ કોષેટાનો નવા વર્ષમાં ઘટાડો કરીને ગુલાબી ઇયળની જફા ઓછી માત્રામાં રહે છે.