પિલાણ ક્વોલિટીની મગફળીના ભાવ નરમ રહ્યા

પિલાણ ક્વોલિટીની મગફળીમાં સીંગતેલની પાછળ ઘટાડો હતો. આજે ગોંડલમાં સતત ત્રીજી વાર 50 હજાર ગુણી ઉપરની આવકો થઈ છે, પંરતુ વેપારો ઠંડા હોવાથી બજારો પણ મણે રૂ.5 થી 10 નરમ હતી. જી-20 ક્વોલિટીનાં મગફળીનાં ભાવ નરમ રહ્યાં હતાં. મગડી કે જીણી જાતોની હવે ખાસ આવક નથી અને જે ખેડૂતો પાસે પડી છે તેમને પોતાનાં ભાવ … Read more

મગફળીમાં પ્રતિકૂળ માહોલ વચ્ચે નાફેડ ઉપર તેજી-મંદીનો આધાર

મગફળીમાં મજબૂતાઈનો માહોલ હતો. મગફળીની વેચવાલી ઓછી અને સીંગતેલ, ખોળ સહિતની કોમોડિટીમાં સુધારો હોવાથી મગફળીની બજારમાં પણ ઘટાડાની ધારણાં નથી. નાફેડ ની વેચવાલી ગુજરાતમાં ૧૫મી ફેબ્રુઆરીથી શરૂ થવાની છે, હાલ રાજસ્થાનની મગફળી બે દિવસ પહેલા રૂ.૫૪૦૫માં વેચાણ થઈ હતી. ગુજરાતમાં મગફળીના ભાવ કેવા નીકળે છે અને વેપારીઓ રસ કેવો રહે છે તેનાં ઉપર આગામી દિવસોમાં … Read more

ગોંડલમાં મગફળીની આવકમાં વધારો: મગફળીના ભાવ મજબુત

મગફળીની બજારમાં ભાવ મજબૂત હતાં. ગોંડલમાં આજે નવી આવકો શરૂ કરતા ૭૦ હજાર ગુણીની આવક થઈ હતી અને રાજકોટમાં પણ આવકો સારી થાય છે, જેની સામે બધો માલ પિવાય જત્તો હોવાથી ભાવમાં મજબૂતાઈ હતી. ઉનાળુ વાવેતર શરૂ થવા લાગ્યાં છે અને ભાવનગર વિસ્તારમાં વાવેતર હવે પૂર્ણતાને આરે છે. ઉત્તર ગુજરાતનાં વેપારીઓ પણ કહે છે કે … Read more

મગફળીના ઓછા વેચાણથી રાજસ્થાનથી વેપારો વધે તેવી સંભાવનાં

ગુજરાતમાં મગફળીની ઓછી વેચવાલી જોવા મળી રહી હોવાથી રાજસ્થાનમાંથી વેપારો ધીમી ગતિએ શરૂ થયા છે અને આગામી દિવસોમાં વધે તેવી ધારણાં છે. સીંગતેલ મજબૂત હોવાથી પિલાણ મગફળીનાં ભાવ સારા રહે તેવી ધારણાં છે, પરંતુ દાણાબારમાં હાલ કોઈ લેવાલ નથી. રાજસ્થાનમાંથી મગફળીની પડતર નીચી પડી રહી છે અને ગુજરાતમાં નાફેડ હજી 15મી ફેબ્રુઆરીથી બજારમાં આવશે. હાલ … Read more

મગફળીમાં અવાક ઘટતા પીલાણ મગફળીમાં ખેડૂતોને ભાવમાં વધારો

મગફળીની આવકો પ્રમાણમાં ઓછી અને ગોંડલમાં આજે ૬૫ હજાર ગુણીની આવક થઈ હોવા છત્તા તેલ સારૂ હોવાથી પિલાણ ક્વોલિટીની મગફળીનાં ભાવ રૂ.૧૦થી ૨૦નો સુધારો જોવા મળ્યો હતો. દાણાબર ક્વોલિટીમાં બજારો ઠંડા છે અને સારી ક્વોલિટીની આવકો પણ આવતી નથી. મગફળીનાં વેપારીઓ કહે છે કે ગોંડલમાં આવકો ભલે વધારે થઈ હોય, પંરતુ બે-ત્રણ દિવસમાં તમામ માલ પિવાય … Read more

મગફળીમા મિશ્ર વાતાવરણ: સારી પીલાણ ક્વોલિટી ના ભાવમાં વધારો

મગફળીમાં આજે મિશ્ર માહોલ હતો. ગોંડલમાં અમુક નબળી ક્વોલિટીની મગફળીનાં ભાવ માં રૂ.૧૦નો ઘટાડો થયો હતો, જ્યારે રાજકોટમાં પિલાણ ક્વોલિટીમાં સરેરાશ રૂ.૧૦થી ૧૫ સુધર્યા હતાં. જામનગરમાં બજારો સ્ટેબલ હતાં. ગોંડલમાં આજે સારી ક્વોલિટીની મગફળી બહુ ઓછી વધી હતી. જૂની ૨૦ હજાર પડી હતી, જેનાં વેપારો આજે પૂરા થઈ ગયાં હતા. હવે નવી આવક રાત્રે શરૂ … Read more

મગફળીના વેચાણ ઘટતા ખેડૂતોને ભાવમાં સુધારો

મગફળી-સીંગદાણાની બજારમાં સરેરાશ મજબૂત હતાં. મગફળીની વેચવાલી ઓછી હોવાથી ભાવમાં મણે રૂ.૧૦થી ૧૫નો સુધારો જોવા મળ્યો હતો. ઉનાળુ મગફળી માટે બિયારણની સારી ઘરાકી નીકળ્યાં બાદ હજી પણ ગામડે ખેડૂતો સારો માલ સસ્તામાં આપવા તૈયાર નથી અને પોતાનાં ગમતા ભાવ આવે તો જ ગામડે બેઠા વેપારો થાય છે. બીજી તરફ સીંગદાણામાં ભાવ મજબૂત હોવાથી અને નિકાસ … Read more

મગફળીમાં ઓછા વેચાણ, પરંતુ સીંગદાણા તુટતા ભાવમાં નરમાઈ

મગફળીમાં પાંખી વેચવાલી જોવા મળી રહી છે, પંરતુ સીંગદાણાનાં ભાવમાં ઘટાડો થવાને પગલે દાણાબર મગફળીનાં ભાવ મણે રૂ.૧૦થી ૧૫નો ઘટાડો થયો હતો. આગામી દિવસોમાં સીંગદાણાની બજારમાં ભાવ હજી નીચા આવે તેવી પણ સંભાવનાં રહેલી છે. દાણાબર મગફળીનાં ભાવમાં મણે રૂ.૧૦થી ૧૫નો ઘટાડો જોવા મળ્યો… બીજી તરફ પિલાણ મગફળીનાં સરેરાશ ટકેલા કે રૂ.૫ નરમ હતાં. સીંગતેલ લુઝમાં ઘટાડો … Read more