મગફળીની આવકો પ્રમાણમાં ઓછી અને ગોંડલમાં આજે ૬૫ હજાર ગુણીની આવક થઈ હોવા છત્તા તેલ સારૂ હોવાથી પિલાણ ક્વોલિટીની મગફળીનાં ભાવ રૂ.૧૦થી ૨૦નો સુધારો જોવા મળ્યો હતો. દાણાબર ક્વોલિટીમાં બજારો ઠંડા છે અને સારી ક્વોલિટીની આવકો પણ આવતી નથી.
મગફળીનાં વેપારીઓ કહે છે કે ગોંડલમાં આવકો ભલે વધારે થઈ હોય, પંરતુ બે-ત્રણ દિવસમાં તમામ માલ પિવાય જશે. હાલ પિલાણવાળાની માંગ સારી છે અને ઓઈલ મિલરોને પૂરતો માલ મળતો નથી, પરિણામે બજારો હાલ ઘટશે નહી.
ગોંડલમાં મગફળીની વેપાર રપ હજાર ગુણીનાં થયા હતા. ગોંડલ મગફળીનાં ભાવ જી-૨૦માં રૂ.૧૦૫૦થી ૧૨૦૦, રોહીણીમાં રૂ.૧૦૦૦ થી ૧૨૦૦, ૬૬ નંબરમાં રૂ.૬૦૦થી ૧૧૦૦નાં ભાવ હતાં. જી-૩૭માં રૂ.૧૦૦૦થી ૧૧૦૦નાં ભાવ હતાં.
ગોંડલમાં મગફળી ૬૫ હજાર ગુણીની આવક: પિલાણ મગફળીમાં રૂ.૧૦ થી ર૦ વધ્યા…
રાજકોટમાં ૧૪ હજાર ગુણીનાં વેપાર થયા હતાં. હજી ૧૩ હજાર ગુણી પેન્ડિંગ પડી છે. રાજકોટ મગફળીનાં ભાવ ટીજે ૩૭માં રૂ.૬૩૦થી ૧૦૬૦, ર૪ નં. રોહિણીમાં રૂ.૬૫૦થી ૧૧૨૦, ૩૯ નં.બોલ્ડમાં રૂ.૮૫૦થી ૧૦૩૦, જી-૨૦માં રૂ.૧૦૫૦ થી ૧૧૭૦, ૬૬ નંબરમાં રૂ.૮૫૦થી ૧૦૫૦ અને ૯૯ નં.માં રૂ.૧૦૭૦થી ૧૦૯૫નાં ભાવ હતાં.
મગફળીની વેચવાલી સામે સીંગતેલ વધી રહ્યું હોવાથી ભાવમાં સુધારો જેવા મળ્યો…
જામનગરમાં ૫૦૦૦ ગુણીનાં વેપાર થયા હતાં. જામનગર મગફળીનાં ભાવ જી-૨૦માં રૂ.૧૦૨૫ થી ૧૧૪૦, જી-૩૭નાં ભાવ રૂ.૧૦૦૦થી ૧૧૪૭૫, ૬૬ નંબરમાં રૂ.૯૫૦થી ૧૦૫૦ અને રોહીણીમાં રૂ.૯૫૦થી ૧૧૦૦નાં ભાવ હતાં.
મહુવામાં ૩૨૦૦ ગુણીની આવક હતી અને મહુવા મગફળીનાં ભાવ મગડીમાં રૂ.૧૦૫૦ થી ૧૧૫૧ અને જી-૨૦મા રૂ.૬૫૯ થી ૧૧૭રનાં ભાવ હતાં.
હીંમતનગરમાં ૧૦૦૦ ગુણીની આવક હતી અને હીંમતનગર મગફળીનાં ભાવ રૂ.૧૧૦૦ થી ૧૪૦૫ સુધીનાં ભાવ બોલાયાં હતાં.