જીરુંના ભાવ અથડાય રહ્યાં હતાં. હાજર બજારો સવારમાં નરમ હતા, પરતુ વાયદા બજારો સુધરતા નિકાસ ભાવમાં પણ નિકાસકારોએ રૂ.૫૦નો વધારો કર્યો હતો. જીરૂની આવકો આજે પણ ઘટી હતી.
ઉંઝામાં જીરૂની આવકમાં ઘટાડો
ઉંઝામાં ગઈકાલે અક દિવસ ૩૦ હજાર બોરીની આવક થયા બાદ બુધવાર આવક ઘટીને ૧૧ હજાર બોરીની નીચી સપાટી પર આવી ગઈ હતી. વેપારીઓ કહે છેકે આવકો આગામી દિવસોમાં કોઈ મોટી વેધી જાય તેવાં સંજોગો નથી.
જીરુંના ભાવની સ્થિતિ
જો જીરૂનાં ભાવ બહુ વધી જાય તો જ વેચવાલી આવશે, નહીતર ખેડૂતો હજી પણ આ ભાવથી વેચાણ કરવા માટે તૈયાર નથી ગુજરાતમાં આગામી સપ્તાહે વરસાદ આવ્યાં બાદ જીરૂની બજારમાં વેચવાલી અટકી જાય તેવી ધારણાં છે. જીરૂમા નવા નિકાસ વેપાર બહુ જૂજ હોવાથી બજારમાં ટેકો મળવો મુશ્કેલ છે. હાલ તેજી-મંદી સટ્ટાકીય તેજી જેમાં ઉચા ભાવે વેચાણ કરેને છૂટ્ટા થવામાં ફાયદો હોવાની વાત ટ્રેડરો કરે છે. જીરૂ વાયદો રૂ.૫૮૦ વધીને રૂ.૨૯૦૦૦ની સપાટી પર બંધ રહ્યો હતો.
બાંગ્લાદેશની ખરીદી અને બજારની સ્થિતિ
જીરૂ પખવાડિયા પહેલા ભાવ પ્રતિ ૨૦ કિલો રૂ.૬૦૦૦ થી રૂ.૬૫૦૦ની સપાટીએ પહોચ્યું હતું. જીરામાં પ્રતિમણ રૂ.૭૦૦૦ની સપાટીના રાહ જોતા હતા, એ ફરી જીરૂ બજારનાં ઘટતું જોઇ રહ્યા છી, પખવાડિયા પહેલા બાંગ્લાદશની ખરીદો ઉપરાંત થોડા અન્ય દેશોનાં નિકાસ કામ ચાલું હતા અને એમાં સટ્ટાકીય બળ ભળવાથી ઘટીને રૂ.૪૦૦૦નાં તળિયે પહોંચી ગયેલ બજારને વધવાનો ટેકો મળ્યો હતા.
જીરાની બજારમાં ઘસારો
દેમમાં જીરાની જબરી છત વચ્ચે પણ થોડા દિવસ પુરતો ઘૂટાયેલ તેજીનો રંગ હાલ ઓસરી ગયો છે. વિતેલ શિયાળુ સિઝને જીરાનું મોટૂં વાવતેર હતુ એટલે અમુક ટકા બગાડ વચ્ચે પણ દેશમાં જીરાનો મોટો પાક આવ્યો હતો. તેથી સિઝન પ્રારંભથી જીરાની બજારમાં સતત ઘસારો લાગીને રૂ.૪૦૦૦ની નીચે ભાવ સરકવા લાગ્યા હતા, ત્યારે ખેડૂતોએ જ વેચવાલીને બ્રેક મારી દીધી હતી.
ઉંઝામાં જીરુંના બજાર ભાવ
ઉંઝામાં રાજસ્થાનમાંથી અને ખેડૂતો આવતાં હોય છે. તા.૨૦, મે સોમવારનાં દિવસે વધીને ૭૦ હજાર થી ૭૫ હજાર બોરીની આવક સામે રૂ.૬૦૦૦ થી રૂ.૬૫૦૦નાં ભાવે વેપાર થયા હતા. એ આવક આજે ૧૫ દિવસ પછી તા.૪, જૂન મંગળવારે ઘટીને ૩૦ હજાર બોરી સામે સારા જીરામાં રૂ.૫૪૦૦ થી રૂ.૫૭૦૦ની ભાવ સપાટી હતી.
ગોંડલ યાર્ડમાં જીરાની આવક અને ભાવ
ગોંડલ યાર્ડ ખાતેમાં તા.૨૦, મેને સોમવારે જીરાની આવક ૩૨૫૪ ગુણી (૧૯૫૨ ક્વિન્ટલ)ની થઇ હતી. એ દિવસે બેસ્ટ ક્વોલિટી જીરામાં રૂ.૬૫૪૧ના ભાવ હતો. તા.૦૪, મંગળવારે આવક ઘટીને ૫ર૮ ગુણી (૩૧૬ ક્વિન્ટલ) આવક સામે બસ્ટ જીરામાં બજાર રૂ.૫૩૬૧ થઇ હતી. બજાર ઉચકાણાં હતાં અટલે ખેડૂતો તરફથી આવકોનો ફલો વધ્યો હતો. બજારમાં ઘસારો લાગ્યો એટંલે ફરી ખેડૂતોએ વેચવાલીને બ્રેક મારી દીધી છે.
વૈશ્વિક જીરા બજાર ભાવ
વૈશ્વિક જીરાની બજાર આપણા કરતાં નીચી હોય તો આયાત પણ થઈ શકે છે. જીરાનાં ભાવ ઉચકાવાથી નિકાસ વેપારો ઘટ્યા છે, એમ સટ્ટાકિય સોદા પણ ધીમા પડ્યા છે. અત્યારે – સૌની નજર ચાઇનાનાં ભાવ કેવા ખુલ્લે છે ? તેના ઉપર આગળની બજારમાં વધ-ઘટનો આધાર છે.
દેશોમાં જીરાનું ઉત્પાદન અને મસાલા બજાર
વિશ્વમાં આપણી જેમ ચાઇના, તુર્કિ, સરિયા, અફઘાનિસ્તાન જીરૂ ઉગાડતાં દેશ છે. આ ચારેય દેશનું નવું જીરૂ સામાન્ય રીતે જુલાઈમાં આવતું હોય છે. મસાલા માકેટમાં ૧૫ દિવસ પહેલા આ બધા દેશોમાં જીરાનો પાક ઓછો આવવાની વાતોએ જોર પકડ્યું હતું.
મસાલા બજારમાં જીરાનો પાકની સ્થિતિ
આજકાલ મસાલા માર્કેટમાં ચાઈના, તુર્કિ, સરિયા અને અફઘાનિસ્તાનમાં જીરાનો પાક બમણો થવાની હવા ફેલાઇ રહી છે. આ બધી તેજી-મંદી કરવાની હવા વચ્ચે પોતાનાં ટાર્ગેટ વેચવાવાળા ખેડૂતો અન્ય જણસીઓ બજારમાં વેચી કાઢીને જીરૂની માલ ધારણ કરી શાંતિથી બેસી ગયા છે.
જીરુંના હાજર ભાવ
ક્વોલિટી | ભાવ | ફેરફાર |
---|---|---|
ઉંઝા અવાક-નવું | 11000 | -19000 |
ઉંઝા સુપર | 5500-5650 | -50 |
ઉંઝા બેસ્ટ | 5300-5500 | -100 |
ઉંઝા મિડીયમ | 5200-5300 | -200 |
ઉંઝા એવરેજ | 5100-5200 | -200 |
ઉંઝા ચાલુ | 5000-5100 | -200 |
રાજકોટ અવાક | 800 | -50 |
રાજકોટ એવરેજ | 5000-5300 | -50 |
રાજકોટ મિડીયમ | 5300-5400 | 0 |
રાજકોટ સારુ | 5400-5500 | 0 |
રાજકોટ યુરોપીયન | 5500-5575 | 0 |
રાજકોટ કરિયાણાબર | 5575-5650 | 0 |
નિકાસ ભાવ મુન્દ્રા | ||
સૌરાષ્ટ્ર સિંગાપુર 0.5% | 5850 | -25 |
સૌરાષ્ટ્ર સિંગાપુર 1% | 5800 | -25 |
સૌરાષ્ટ્ર સિંગાપુર 2% | 5750 | -25 |
સૌરાષ્ટ્ર યુરોપ | 6125 | -25 |
શોર્ટેક્સ | 6175 | 0 |